Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

તડકાના કારણે પગ કાળા થઈ ગયા છે?

તડકામાં ઘરની બહાર નીકળીએ ત્યારે શરીરના ખુલ્લા ભાગ જેમકે, ચહેરો, હાથ અને પગ તડકાના કારણે કાળા થઈ જાય છે. ચહેરાના નિખાર માટે તો લોકો ઘણુ કરે છે. પણ પગ પર કોઈ ખાસ ધ્યાન આપતું નથી. પરંતુ, પગ પણ તમારી સુંદરતાનો જ એક ભાગ છે. તો જાણી લો તડકાના લીધે થયેલ પગની કાળાશને કેવી રીતે દૂર કરી શકાય.

સંતરાની છાલ તડકાના કારણે થયેલ કાળાશ દૂર કરવા માટેનો સરળ ઉપાય છે. કારણ કે તેમાં નેચરલ બ્લીચીંગ ગુણ હોય છે. જેના કારણે ત્વચાની રંગતમાં નિખાર આવે છે. તેનું પેક બનાવવા માટે સંતરાની છાલને તડકામાં સૂકવો. ત્યારબાદ તેને મિકસરમાં પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં ૪ થી ૫ ચમચી દૂધ નાખી એક ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે તેને પગ ઉપર લગાવી હળવા હાથે મસાજ કરો અને ૨૦ થી ૨૫ મિનીટ બાદ ગરમ પાણીથી ધોઈ લો.

સંતરાની જેમ લીંબુમાં પણ બ્લીચીંગ એજન્ટ હોય છે. તેની પેસ્ટ બનાવવા માટે ૧ ચમચી લીંબુમાં મધ મિકસ કરો. અને તમે ઈચ્છો તો તેમાં થોડો મિલ્ક પાવડર પણ નાખી શકો છો. હવે આ પેસ્ટને ૨૦ મિનીટ સુધી પગમાં લગાવી રાખો અને ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો.

(9:45 am IST)