Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નાઇજીરિયામાં પ્રથમવાર ગોરીલાની એક દુર્લભ પ્રજાતિ નજરે પડી

નવી દિલ્હી: નાઇજિરીયામાં પહેલીવાર ગોરીલાની એક દુર્લભ પ્રજાતિ નજરે પડી છે. જેનાથી પર્યાવરણ પ્રેમીઓ અને વન્ય સંરક્ષણ પ્રેમીઓના ચહેરા પર ખુશી છવાઇ ગઇ છે. દુર્લભ ક્રૉસ નદી ગોરિલ્લાના સમૂહમાં નાના બાળકો પણ છે. નોંધનીય છે કે ગોરિલ્લાની પ્રજાતિને વિલુપ્ત થયેલી માનવામાં આવતી હતી. પણ હવે પ્રજાતિના એક નર સાથે બાળકો અને માદા ગોરિલાનું ઝૂંડ નજરે પડ્યું છે. વાઇલ્ડલાઇફ કંઝર્વેશન સોસાયટી કહ્યું કે નાઇજિરીયાની કૈમરુન પહાડી ક્ષેત્રમાં કેમરા લગાવવામાં આવ્યા હતા. જેમાં દુર્લભ જાતિના ગોરિલ્લાની તસવીરો કેપ્ચર થઇ હતી. વિસ્તારને ગોરિલ્લાના સંરક્ષણ માટે અલગ થલગ કરવામાં આવ્યો હતો. જેથી વિલુપ્ત થતી પ્રજાતિઓ અને ઉપ પ્રજાતિઓ વચ્ચે પ્રજનન દ્વારા નવા બાળકોનો જન્મ થઇ શકે. તસવીરો આવા પ્રયાસોનું ફળ માનવામાં આવી રહ્યું છે.

(6:45 pm IST)