Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહામારીના કારણોસર મૃત્યુઆંકની સાથે જન્મદરમાં પણ થઇ શકે છે ઘટાડો:સંશોધન

નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રારંભીક દોરમાં માર્ચ-એપ્રિલમાં લોકડાઉનની સાથે યુનિસેફ સહિત તમામ એજન્સીઓએ અનુમાન લગાવ્યું હતું કે દુનિયામાં જન્મદર ઝડપથી વધશે અને આગામી વર્ષે વસ્તી પર તની અસર દેખાશે. જો કે મે-જૂન અને જુલાઈમાં કોરોનાના વધતા કહેરની સામે અમેરિકા, યુરોપ અને તમામ એશિયાઈ દેશોમાં જન્મદરમાં 30થી50 ટકા ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

           લંડન સ્કુલ ઓફ ઈકોનોમીકસના સર્વેક્ષણ અનુસાર કોરોના કાળ વસ્તીમાં ઉછાળાને બદલે ઘટાડાનું કારણ બનશે. યુરોપીયન દેશ ઈટલી, જર્મની, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનની વાત કરીએ તો 18થી34 વર્ષની વયના 50થી60 ટકા યુવાનોએ પરિવારને આગળ વધારવાની યોજનાને એક વર્ષ માટે ટાળી દીધી છે. રિપોર્ટની લેખિકા ફ્રાન્સેકા તુલીએ જણાવ્યું હતું કે સોશ્યલ ડિસ્ટેન્સીંગ અને અન્ય પ્રતિબંધોની વચ્ચે બેબી બૂમ (મોટી સંખ્યામાં બાળકો પેદા થવા)ની કોઈ સંભાવના નથી.

(6:45 pm IST)