Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જમીન પછી હવે ચીનને અંતરિક્ષમાં પણ લાગ્યો મોટો ઝટકો:કોમર્શિયલ રોકેટ ઉડાનની એક મિનિટ પછી અસફળ થયું

નવી દિલ્હી: ભારત સાથે કારણ વગર દુશ્મની વહોરી લીધા બાદ ચીનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. જમીન પર પીછેહઠ બાદ હવે અંતરીક્ષમાં પણ ચીનને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. ચીનનું એક કોમર્શિયલ રોકેટ ઉડાનની એક મિનિટ બાદ ફેલ થઈ ગયું હતું જેથી તેના બે સેટેલાઈટ નષ્ટ થઈ ગયા. તે પૈકીનું એક સેટેલાઈટ વીડિયો શેરિંગ સાઈટ માટેનું હતું જ્યારે બીજું નેવિગેશન સિસ્ટમ માટે બનાવવામાં આવ્યું હતું. ઘટનાના કારણે ચીનને એક ઝાટકામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

            જાણવા મળ્યા મુજબ ચીને ગુરૂવારે મોડી રાતે 12:17 કલાકે ઉત્તર પશ્ચિમ ચીનના જિઉકુઆ સેટેલાઈટ સેન્ટર ખાતેથી કુઆઈઝોઉ-11 રોકેટ લોન્ચ કર્યું હતું. તે રોકેટમાં બે સેટેલાઈટ હતા. તે સેટેલાઈટ એક વીડિયો શેરિંગ સાઈટ માટે બનાવવામાં આવ્યું હતું અને બીજું નેવિગેશન માટે લગાવાયેલું સેન્ટીસ્પેસ-1-એસ2 સેટેલાઈટ હતું.

(6:39 pm IST)