Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોન્કોર્ડ વિમાનનું સ્થાન લઇ શકે છે સુપર જેટ વિમાન:માહિતી

નવી દિલ્હી: કોન્કોર્ડ વિમાને પ્રથમ વખત ઉડાન ભર્યાના 50 વર્ષ બાદ હવે એક નવું સુપર સોનિક જેટ વિમાન ઉડાન ભરવા માટે તૈયાર છે તે અવાજની ગતિથી બે ગણી ઝડપી ઉડશે. ડેનવર આધારીત સ્ટાર્ટઅપ કંપની બૂમ ટેકનોલોજી પોતાના બુમ સુપરસોનિક જેટ એકસબી-1 પ્રોટોટાઈપની જાહેરાત 7 ઓકટોબરે કરી શકે છે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન 2021માં શરૂ થશે.

              સુપરસોનિક યાત્રાની દિશામાં પહેલું પગલું: બૂમ સુપર સોનિકના સંસ્થાપક અને સીઈઓ બ્લેક સ્કોલે કંપનીની અધિકૃત વેબસાઈટમાં જણાવ્યું હતું કે એકસબી-1 દુનિયામાં સુપર સોનિક યાત્રાને પરત લાવવાની દિશામાં પહેલું પગલું છે.

(6:37 pm IST)