Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વધતા જતા વાયુ પ્રદુષણને લઈને નાથવા સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું:ચીની માલનો બહિષ્કાર થતા ઈ-વાહન કંપનીઓને લાગ્યો બ્રેક

નવી દિલ્હી: વધતા જતા વાયુ પ્રદૂષણ સહિત વિવિધ પ્રદૂષણને નાથવા સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ચીન સાથે છેલ્લા કેટલાક દિવસોથી તનાવને પગલે ચીની માલનો બહિષ્કાર થવાના કારણે દેશની ઈ-વાહન કંપનીઓને બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભારતીય ઈ-વાહન કંપનીઓ 80 ટકા ઉપકરણ ચીનથી આયાત કરે છે, જેના કારણે રોકાણકારો પાછા હઠવા લાગ્યા છે.

               દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેકટ્રીક વાહન અને ખાસ કરીને ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં અનેક સ્ટાર્ટઅપ કારોબારમાં ઉતર્યા છે. કંપનીઓને રતન ટાટા સહિત સોફટ બેન્ક અને ટાઈગર ગ્લોબલ જેવા રોકાણકારોએ મોટી મૂડીનું રોકાણ કર્યું છે. પરંતુ ચીનના ઉત્પાદનો પર કડકાથી બહિષ્કાર બાદ ઈ-વાહન કંપનીઓની મુશ્કેલ વધી ગઈ છે. ભારતીય ઈ-વાહન કંપનીઓના 80 ટકા ઉપકરણો ચીનથી આયાત થાય છે જેથી વિદેશી રોકાણકારો હટવા લાગ્યા છે.

(6:36 pm IST)