Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમેરિકામાં કોરોનાની સૌપ્રથમ વેક્સીન મુકાવનાર મહિલાએ પોતાનો અનુભવ વર્ણવ્યો

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસની સૌપ્રથમ વેક્સીન મૂકાવનાર મહિલાએ પોતાના અનુભવને દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. કોવિડ 19ની વેક્સીન માટેના અભ્યાસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં માર્ચમાં 43 વર્ષની જેનિફર હોલરે વિશ્વમાં સૌપ્રથમ રસીનો ડોઝ લીધો હતો.

            જેનિફર હોલરને કોરોનાની mRNA-1273 નામની વેક્સીન આપવામાં આવી હતી. અમેરિકાના કેપી વોશિંગ્ટન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વેક્સીનને લઈને અભ્યાસ હાથ ધર્યો છે. જેનિફર એક કંપનીમાં ઓપરેનશ્સ મેનેજર તરીકે કામ કરે છે અને તેણે સૌપ્રથમ રસી મૂકાવી હતી. તેને ચાર મહિનાના ગાળામાં શરીરમાં કોઈ પ્રતિકૂળ અસર જણાઈ નથી. વેક્સીનને અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને મોડર્ના કંપનીએ વિકસાવી છે.

(6:36 pm IST)