Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સંતાનો કરતા દાદા- દાદીની સંખ્યા વિશ્વભરમાં વધી ગઈ

૪ વર્ષ સુધીના બાળકો ૬૮ કરોડ છે જયારે ૬૫થી મોટી વયના લોકો ૭૦.૫ કરોડે પહોંચ્યા

સંયુકત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત બાળકો કરતાં મોટેરાઓની વસતી દુનિયામાં વધી ગઈ છે. આ આંકડાં પ્રમાણે ૨૦૧૮ના અંતે પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા કરતાં, ૬૫ વર્ષથી મોટી વયના લોકોની સંખ્યા વધી ગઈ છે.  ૬૫થી મોટી ઉંમરના લોકોની વસતી ૭૦.૫ કરોડ કરતાં પણ વધી ગઈ છે, જયારે ચાર વર્ષની ઉંમર સુધીના બાળકોની સંખ્યા ૬૮ કરોડ જેટલી છે.

હાલના પ્રવાહો દર્શાવી રહ્યા છે કે વૃદ્ઘો અને કિશોરો વચ્ચેનો વસતીગાળો ૨૦૫૦ સુધીમાં વધી જશે. ૦-૪ વર્ષના દરેક બાળકની સામે ૨થી વધુ ૬૫ વર્ષના વૃદ્ઘો હશે.

વસતી નિષ્ણાતો છેલ્લા ઘણા દાયકાથી વધી રહેલા આ ગાળા પર નજર રાખી રહ્યા છે. મોટા ભાગના દેશોમાં લોકોની સરેરાશ આયુ વધી રહી છે અને બાળકોનો જન્મદર ઘટી રહ્યો છે. આ સ્થિતિની તમારા પર શું અસર થઈ શકે છે? શું તેની અસર થવા પણ લાગી છે?

વોશિંગટન યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રીકસ એન્ડ ઇવેલ્યૂએશનના ડાયરેકટર ક્રિસ્ટોફર મરેએ બીબીસીને જણાવ્યું.

૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા વધારે હશે અને બાળકો બહુ ઓછા હશે તેથી વૈશ્વિક સમાજને ટકાવી રાખવાનું કામ મુશ્કેલ બનશે.

મરેએ ૨૦૧૮માં એક શોધનિબંધ પણ પ્રગટ કર્યો હતો, જે અનુસાર વિશ્વના અડધોઅડધ દેશોમાં 'ઊંચઊંક બસ્ટ'ની સમસ્યા ઊભી થઈ છે.  એટલે કે વસતીનું પ્રમાણ જાળવી શકાય તેટલા બાળકો પેદા ના થવાની સમસ્યા ઊભી થઈ છે.

મરે ઉમેરે છે, 'પૌત્ર-પૌત્રીઓ કરતાં દાદા-દાદીની વસતી વધારે હોય તેના કારણે કેવા સામાજિક અને આર્થિક પરિણામો આવશે તેની કલ્પના કરો.'

વિશ્વ બેન્કના આંકડા અનુસાર ૧૯૬૦માં વિશ્વમાં મહિલા દીઠ પાંચ બાળકોના જન્મનો દર હતો.  ૬૦ વર્ષ પછી તે દર અડધો થઈને ૨.૪નો થઈ ગયો છે.

આ ઉપરાંત સામાજિક અને આર્થિક પ્રગતિનો ફાયદો પણ વસતીને થયો છે.

૧૯૬૦માંસરેરાશ આયુષ્ય ૫૨ વર્ષનું હતું, જયારે ૨૦૧૭માં સરેરાશ આયુષ્ય ૭૨ વર્ષ સુધી પહોંચ્યું છે. તેનો અર્થ એ થયો કે આપણે વધારે લાંબું જીવી રહ્યા છીએ.

વૃદ્ઘ થતા જઈએ તેમ વધુ ને વધુ સ્રોતોની માગ ઊભી કરતા જઈએ છીએ. પેન્શન અને આરોગ્યના ક્ષેત્રે તેનો બોજ વધતો જાય છે.

વિકસિત દેશોમાં વસતીમાં વધતા વૃદ્ઘોની સંખ્યા સમસ્યા બની રહી છે. વિકસિત દેશોમાં જન્મદર ઘટી ગયો છે.

આર્થિક સદ્ઘરતા, બાળ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો, સરળતાથી મળતા ગર્ભાધાન રોકવાના ઉપાયો અને મોંઘો પડતો બાળઉછેર વગેરે કારણોસર જન્મદર ઘટી રહ્યો છે.

આવા દેશોમાં સ્ત્રી મોટી ઉંમરે માતા બને છે અને તેના કારણે ઓછા બાળકોને જન્મ આપે છે.  લાઇફસ્ટાઇલ સુધરી હોવાથી વિકસિત દેશોમાં લોકો લાંબું જીવે પણ છે. સૌથી ધ્યાન ખેંચતું ઉદાહરણ જાપાનનું છે.

જાપાનમાં (વિશ્વમાં સૌથી વધુ) સરેરાશ આયુષ્ય ૮૪ વર્ષ સુધીનું થયું છે.  જાપાનમાં ૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા ૨૦૧૮માં કુલ વસતીના ૨૭ %જેટલી થઈ હતી. તે બાબતમાં પણ જાપાન વિશ્વમાં સૌથી આગળ છે.

જાપાનમાં પાંચ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા કેટલી છે?  સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર લગભગ ૩.૮૫ % જેટલી છે.

આ રીતે બંને બાજુથી વિપરિત સ્થિતિને કારણે જાપાનના સત્તાધીશો ચિંતામાં પડ્યા છે. તેના કારણે જ સરકારે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે હવે પછીથી નિવૃત્તિની ઉંમર ફરજિયાત ૬૫ના બદલે ૭૦ વર્ષની રહેશે.

નિવૃત્તિની ઉંમરમાં ફરજિયાત વધારો લાગુ કરાશે ત્યારે જાપાનીઓ વિશ્વમાં સૌથી વધુ લાંબો સમય કામ કરનારા પણ બની જશે.

વસતીના આ અસંતુલનની અસર વિકાસશીલ દેશોને પણ થવા લાગી છે.  જાપાન કરતા ચીનમાં ૬૫ વર્ષથી વયના લોકોની સંખ્યા ઓછી છે (વસતીના ૧૦.૬%), પરંતુ ૧૯૭૦ના દાયકાથી લાગુ કરાયેલા કડક નસબંધીના નિયમોને કારણે ચીનમાં જન્મદર બહુ ઓછો થઈ ગયો છે. 

ચીનમાં સ્ત્રી દીઠ માત્ર ૧.૬ બાળકોનો જન્મદર છે.  ચીનની મુખ્ય ભૂમિ પર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની વસતી હવે કુલ વસતીના ૬ % કરતા પણ ઓછી થઈ છે.

(3:25 pm IST)
  • ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના કાનપુર ગામના કારડીયા રાજપૂત સમાજના ડોડીયા દિલીપસિંહ જમ્મુ ખાતે શહિદ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાકા જોરસંગભાઇ ડોડીયા સાથે ટેલિફોનિક વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. access_time 9:07 pm IST

  • રામ જન્મભૂમિ વિવાદ કેસમાં વિશેષ સુનાવણી ૨૫મીએઃ શ્રી શ્રી રવિશંકર સહિતની મધ્યસ્થી પેનલને ગુરૂવાર સુધીમાં રિપોર્ટ સોંપવા સુપ્રિમ કોર્ટનો આદેશ access_time 11:28 am IST

  • મહેસાણાના વિજાપુરની આંગણીયા લૂંટમાં સરકારી કચેરીના ડ્રાઈવરની સંડોવણી ખુલી : ૮ જુલાઈએ રાજેશ મગન પટેલની પેઢીમાં લૂંટ થઈ હતી : જેમાં વિસનગરની સરકારી કચેરીનો ડ્રાઈવર અને કમાન્ડો સામેલ હોવાનું ખુલ્યુ : સીસીટીવીના આધારે પોલીસે અટકાયત કરી : ૧ આરોપી હજુ ફરાર access_time 6:13 pm IST