Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રેકોર્ડ તોડવાના શોખીને સળગતી તલવાર સાથે રમીને રચ્યો નવો વિક્રમ

હજી મહિના પહેલાં જ ડેવિડ રશ નામના અમેરિકને મોમાં એક સાથે ૧૪૫ બ્લુબેરીઝ ભરીને સૌથી વધુ બ્લુબેરીઝ ભરવાનો વિક્રમ બનાવ્યો હતો. આ જ ભાઈએ ઇડાહોના સ્ટેન્લી ટાઉનમાં આગ સાથે રમીને નવો વિક્રમ બનાવ્યો છે. ડેવિડે આ વખતે સળગતી તલવારને હવામાં ઉછાળીને કેચ કરવાની ગેમમાં ભલભલા જાંબાઝોને માત આપી છે. તેણે આગની જવાળામાં લપેટાયેલી તલવારને એક મિનિટમાં ૬૪ વાર ઉછાળીને કેચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાંનો રેકોર્ડ ૬૨ ઉછાળ-કેચનો હતો.

(3:24 pm IST)