Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઓસ્ટ્રેલિયામાં કાર દુર્ઘટનામાં બે ભારતીય મૂળના બાળકોના મોત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના બે બાળકોના મોત નિપજ્યા છે અને તેના માતા-પિતાને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ મેલ્બર્નના ટ્રુગંઇનામાં હોપકિંસ રોડ પર આ ઘટના બની છે જયારે એક વાહન અન્ય વાહનને ઓવરટેક કરવાની લ્હાયમાં અથડાઈ ગયું અને આ ઘટના બની અને આ પરિવાર કેરળનું હતું જે જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

(6:54 pm IST)