Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કુદરતના ખોળે વધારે સમય ગાળનાર લોકો લાંબુ જીવે

લંડન તા.૧૧: બ્રિટનમાં આવેલી યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગિલયામાં થયેલા એક રિસર્ચ મુજબ જે લોકો લાંબું જીવન જીવવાની ઇચ્છા રાખે છે તેમણે વર્ષમાં થોડો સમય માત્ર કુદરતના ખોળે સમય વિતાવવો જોઇએ. આ યુનિવર્સિટીએ ૨૦ દેશોમાં આશરે ૨૯ કરોડ લોકો પર રિસર્ચ કર્યુ હતું અને એના તારણ મુજબ જે લોકો પહાડો અને કુદરતી સોૈંદર્યથી છવાયેલાં ગામડાઓમાં રહે છે અને સાદું જીવન જીવે છે તેઓ દિર્ધાયુષ્ય ધરાવે છે. જાપાનમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લોકો ૧૦૦ કરતાં વધુ વર્ષો આસાનીથી અને કોઇપણ જાતની શારીરિક વ્યાધિ વિના જીવે છે. રિસર્ચરોના કહેવા મુજબ શહેરોમાં રહેતા લોકો પણ જયારે પહાડો, દરિયાકિનારે કે જંગલોમાં ફરવા જાય અને ત્યાં થોડા દિવસ વિતાવે તો તેમને સ્ટ્રેસમુકત લાગે છે. આને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવે તો લાંબું આયુષ્ય મેળવી શકાય છે. (૧.૫)

(2:24 pm IST)