Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગૌમૂત્રના આ ફાયદા જાણો છો?

હિન્દુ ધર્મ અનુસાર, ગાયને માતા ગણવામાંં આવે છે. આપણે ત્યાં પૂજા દરમિયાન ગૌમૂત્ર અને ગાયના ગોબરનો ઉપયોગ થાય છે. પૂરાણોમાં ગાયને એક પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં ગૌમૂત્રમાંથી કેટલાય પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. ગૌમૂત્રમાં માટીના લગભગ ૧૮ પ્રકારના ગુણ હોય છે, જે શરીરની બીમારીઓને દૂર કરવા માટે જરૂરી છે. ગૌમૂ્ત્રમાં નાઈટ્રોજન, કોપર, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ, યુરિક એસિડ, કલોરાઈડ અને સોડીયમ સહિત કેટલાય પ્રકારના પોષક તત્વ હોય છે.

ગૌમૂત્ર ગરમ હોય છે અને વિષનાશક, જીવાણુ નાશક, શકિતથી ભરપૂર અને શરીરમાં ઝડપથી પચી જાય છે. તો જાણી લો ગૌમૂત્રથી થતા ફાયદા.

પિત્તના રોગને દૂર કરે

ગૌમૂત્રનું સેવન કરવાથી આપણા શરીરની કેટલીય બીમારીઓ દૂર થાય છે. ગૌમૂત્રનું સેવન અન્ય ઔષધીઓ સાથે કરવાથી પિત્તના રોગને દૂર કરી શકાય છે.

હરસ માટે રામબાણ ઔષધી

ભોજન કર્યાના ૧ કલાક પહેલા સવારે અડધો કપ ગૌમૂત્રનું સેવન કરવાથી હરસ,  ઝાળામાં લોહિ આવવુ, અર્થરાટિસ, પગનો દુઃખાવો, ઉચ્ચ રકતચાપ, વગેરે રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

કેન્સરને રોકે છે

આપણા શરીરમાં કેન્સરનો રોગ કરકયુમિન નામના તત્વની ખામીના કારણે થાય છે. ગૌમૂત્રમાં આ તત્વની ખૂબ જ પ્રચુર માત્રા હોય છે. તો ગૌમૂત્ર કેન્સરને આપણાથી દૂર રાખવામાં મદદ કરે છે.

 

(11:57 am IST)