Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમેરિકામાં શ્રીમંત હોવાનું પ્રતીક બન્યાં આઇફોન અને આઇપેડ

ન્યુયોર્ક તા.૧૧: અમેરિકામાં યુનિવર્સિટી ઓફ શિકાગોના ઉપક્રમે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ દ્વારા દર વષએર્ એક સ્ટડી કરવામાં આવે છે અને એના આધારે શ્રીમંત કે પૈસાદાર હોવાના માપદંડ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે આશરે ૬૩૪૯ વ્યકિતઓ પર થયેલા સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જેની પાસે આઇફોન કે આઇપેડ હોય તેની આવક વધારે ગણી શકાય એમ છે. છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વાર કોઇ બ્રેન્ડની આટલી વેલ્યુ થઇ હોય એ પહેલીવાર બન્યું છે. અમેરિકામાં જે લોકોની આવક વધારે હોય છે તેઓ અચૂક એપલના આઇફોન અને આઇપેડ ખરીદે છે. આ બ્રેન્ડ ૨૦૦૭માં લોન્ચ કરવામાં આવી છે પણ આટલી જલદી વૈશ્વિક સ્તરે પહોંચ ધરાવતી બની ગઇ છે.

(11:55 am IST)