Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સાવધાન... રોજ પાંચ ગ્રામથી વધારે મીઠું શરીર માટે જોખમી

નવીદિલ્હી તા.૧૧: કોઇ પણ ભોજનમાં મીઠું ન હોય તો એનો સ્વાદ લાગતો નથી અને ઘણા લોકો તો સેલડ પર મીઠું છાંટીને પણ ખાતા હોય છે. જોકે હવે એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે વ્યકિતએ દિવસમાં માત્ર પાંચ ગ્રામ જેટલું મીઠું ખાવું જોઇએ. મીઠામાં સોડિયમ અને કલોરાઇડ એમ બે તત્વો છે અને જો એ બંન્નેની માત્રા શરીરમાં વધે તો શરીર માટે એ નુકસાનકારક છે. ખાવાની કેટલીક આઇટમોમાં મીઠાની માત્રા હોય છે, જયારે અથાણાં, સ્નેકસ, પાપડ, સોસ અને ચટણીમાં પણ મીઠું હોય છે. મીઠામાં રહેલા સોડિયમથી બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આથી આવા પદાર્થો ખાનારા લોકોએ ઉપરથી મીઠું લેવાની કોઇ જરૂર નથી. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રોજ પાંચ ગ્રામથી વધારે મીઠું શરીર માટે હાનિકારક છે. ઘણા લોકો ફળ ખાય છે અને સેલડ પણ ખાય છે. ફળમાં પોટેશિયમ નામનું તત્વ છે અને એ સોડિયમનું વિરોધી છે. આધુનિક આહારમાં લોકો સોડિયમયુકત ખોરાક વધારે લે છે અને ફળ અધારિત ખોરાક ઓછો લેવા લાગ્યા છે. આના કારણે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા વધારે સતાવવા લાગી છે.

(11:54 am IST)