Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આઠ વર્ષની મહેનત બાદ ઓસ્ટ્રેલિયામાં ૬૦૦ કિલોનો વિશાળકાય મગર પકડાયો

આઠ વર્ષની જહેમત પછી ઓસ્ટ્રેલિયન વાઈલ્ડ લાઈફ રેન્જર્સે ૬૦૦ કિલોનો વિશાળકાય મગર પકડવામાં સફળતા મેળવી છે. આ સોલ્ટવોટર નર મગરની લંબાઈ ૪.૭૧ મીટર છે, જે લગભગ એક કારની લંબાઈ જેટલી થાય છે. તેની વય લગભગ ૬૦ વર્ષ હોવાનું જણાવાયું છે. કેથરીન નદીમાં અનેક વિશાળકાય મગરોને આ વર્ષે પકડવામાં આવ્યા છે તેમાં બેની લંબાઈ ૩.૯૨ મીટર અને ૩.૯૭ મીટર છે.

આ મગરોને કેથરીન નદીમાંથી ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન કાઢવામાં આવ્યા હતા. આ વર્ષે ૧૮૮ સોલ્ટવોટર મગરમચ્છ પકડાયા છે. જયારે આ વિશાળકાય મગરમચ્છ અંગે જણાવાયું હતું કે તેને ૨૦૧૦માં વાઈલ્ડલાઈફ રેન્જર્સે જોયો હતો. ત્યારથી જ તેને પકડવાની કોશિશો ચાલી રહી હતી.

રિપોર્ટ અનુસાર મગરોને જોયા પછી ડરના કારણે પ્રવાસીઓ અહીં આવતા અચકાય છે. રેન્જર્સે લોકોને સાવચેત રહેવા ચેતવણી પણ આપી હતી. સરકારે પણ વેબસાઈટ પર ચેતવણી આપી રાખી છે.

(11:19 am IST)