Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમેરિકાના ન્યુયોર્કમાં 20 ડોલરનો એક સિક્કો 60 કરોડમાં વેચાતાં શખ્સના ભાગ્ય ખુલી ગયા

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં 20 ડોલરનો એક સિક્કો હતો જેની બોલી લગાવવામાં આવી અને તે બોલી એટલી ઊંચી બોલાઈ કે લોકો આશ્ચર્યચકિત રહી ગયા. સોનાના સિક્કાની રૂ. 138 કરોડ જેટલી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. તે સિવાય એક દુર્લભ ટિકીટ પણ 60 કરોડમાં નિલામ થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સોનાનો સિક્કો 1933માં બનાવવામાં આવ્યો હતો જેની બંને તરફ ઇગલની આકૃતિ હતી. એક તરફ ઉડતી ઇગલ અને બીજી તરફ લિબર્ટીની આકૃતિ છે. સિક્કો શૂ ડિઝાઇનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટ્સમેન દ્વારા વેચવામાં આવ્યો હતો. જો કે સિક્કો કોણે અને શા માટે ખરીદ્યો તેને લઇને કોઇ ખુલાસો કરાયો નથી. સિક્કાને લઇને સંભાવના હતી કે 73 કરોડથી લઇને 100 કરોડ રૂપિયા સુધીમાં વેચાશે પરંતુ જ્યારે બોલી શરૂ થઇ ત્યારે સિક્કો 138 કરોડમાં વેચાયો અને તેને જોઇને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

(6:01 pm IST)