Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમેરીકી સેનાની પૈદલ ડીવીજનનું પ્રથમ વખત મહિલા અધિકારી કરશે નેતૃત્વ

         કેલિફોર્નિયા નેશનલ ગાર્ડએ અમેરિકી સેનાના પૈદલ ડીવીજનના નેતૃત્વ માટે પ્રથમ વખત મહિલા અધિકારીને નિયુકત કર્યા છે. બ્રિગેડીયર જનરલ બોરા યેગર લોસ અલમિતોસ (કેલિફોર્નીયા) ના જોઇન્ટ ફોર્સેજ ટ્રેનિંગ બેસના ૪૦ મી પૈદલ ડીવીજનનું નેતૃત્વ કરશે. યેગર ર૦૧૧ માં ઇરાકમાં હાજર થઇ ચુકી છે. બટાલિયન અને બ્રિગેડ કમાન્ડરનું પદ સંભાળી ચુકી છે.

(10:50 pm IST)
  • વાયુ વાવાઝોડાના ન્યુઝ અપડેટસ : (૧) સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિના કારણે તા. ૧૨.૦૬.૨૦૧૯ને આવતીકાલના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી ભાજપના વિસ્તારકોની બેઠક મુલત્વી રાખવામાં આવી છે. સહુ ભાજપના જીલ્લા/મહાનગરના વિસ્તારકોને પણ જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. (૨) વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરના કલેકટરે 15 જૂન સુધી ચોપાટી માં જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. (૩) 13 મી જૂન ની સવારે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાથી આવતીકાલે તારીખ ૧૨ થી ૧૪ જુન સુધી સુરત નવસારી અને વલસાડ જિલ્લાના સમુદ્ર બીચ ઉપર લોકોને જવા દેવામાં આવશે નહીં. (૪) મુંબઈમાં ભારે વરસાદને પગલે બેંગાલુરુ ચેન્નાઈથી મુંબઈ આવતી વિમાની સેવાઓ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

    access_time 11:28 pm IST

  • સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક ?:સુષ્માએ આ હેવાલો નકારી કાઢ્યા: પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક થયાના અહેવાલો સુષ્માજીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ અહેવાલો સત્ય નથી access_time 11:33 pm IST

  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST