Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

આ મહિલાએ ઓનલાઇન ભીખ માંગીને 34.81 લાખ રૂપિયા ભેગા કર્યા

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં પોલીસે એક યુરોપિયન મહિલાની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે પોલીસનું કહેવું છે કે મહિલાએ લોકો પાસેથી ઓનલાઇન ભીખ માંગીને 17 દિવસની અંદર 34 લાખ 81 હજાર રૂપિયાની ચોરી કરી લીધી છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર તેમને બાળકોના ફોટા પોસ્ટ કરીને રાખ્યા છે અને લોકોને કહે છે કે તેના પતિએ તેમને છોડી દીધી છે અને માથા પર બાળકોનું પોષણ કરવાનું છે પરંતુ આ મહિલાના પૂર્વ પતિએ પોલીસને તેની અસલિયત કહી દેતા પોલીસે તેની ધરપકડ કરીને તેનો પર્દા ફાશ કરી દીધો છે.

(6:27 pm IST)
  • રાજકોટમાં આકાશમાં આંશિક વાદળો છવાયાઃ ગરમીમાં ઘટાડોઃ ૩૯.૬ ડીગ્રી : આજથી ગરમી ઘટશે : વાવાઝોડાની અસર દેખાવા લાગી : શહેરમાં આજે બપોરે વાદળો છવાયાઃ ગરમીમાં થોડો ધટાડોઃ ૧૬ કી.મી.ની ઝડપે પવન ફુંકાય છેઃ 'વાયુ' વાવાઝોડાના પગલે ક્રમશઃ ગરમીમાં ઘટાડો થતો જશે access_time 4:15 pm IST

  • ગુમ થયેલ ઇન્ડિયન એરૂફોર્સના એએન ૩૨ વિમાનના કેટલાક ભાગો મળી આવ્યા આસામના જોરૂહટ વિમાનીમથકે થી ૩જી જૂનના રોજ ૧૫ મુસાફરો સાથે ઉપડેલ ઇન્ડિયન એરૂફોર્સના એએન ૩૨ માલવાહક વિમાનના કેટલાક પાર્ટ અરૃણાચલ પ્રૂદેશના લીપો નજીકથી મળી આવ્યાનું જાહેરૂ થયું છે. વિમાનમાં રૂહેલા એક જ પરિવારૂના ૧૩ મુસાફરો સહિત ૧૫ વ્યકિતઓનું શું થયું તે જાણવા મળતું નથી. access_time 6:13 pm IST

  • ‘સી ડીવી' નામના ભારે વાયરલ રોગચાળાને લીધે જે ૩૬ ગીરના સિંહોને ૮ મહિના સુધી અલગ રાખવામાં આવેલ તેને હવે ફરી કયારેય જંગલમાં છોડી દેવામાં આવશે નહિઃ જંગલ ખાતાના અધિકારી વર્તુળો જણાવે છે access_time 11:23 am IST