Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અફઘાનિસ્તાનમાં માર્ગ પર બોંબ વિસ્ફોટના કારણે 6 લોકોના મોં મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના ડાંડ જિલ્લામાં મંગળવારના રોજ થયેલ માર્ગ પર બોંબ વિસ્ફોટના કારણે 6 નાગરિકો  મોતને ભેટ્યા છે અધિકારીક સૂત્રો દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જમાલ નાસિર બારીકજીએ  જણાવ્યું હતું કે ડાંડ જિલ્લામાં આતંકવાદીઓએ રસ્તા પર વિસ્ફોટ કર્યો હતો અને તેની ઝપેટમાં 6 નાગરિકો આવી ગયા હતા. તેમાં બે મહિલા સહીત બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(6:23 pm IST)
  • મધ્યપ્રદેશના વિદિશામાં ગુજરાતની G j 14 Z 0197 નંબરની બસને અકસ્માત નડ્યો છે, ઘટનામાં 3 લોકોનાં મોત થયાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેઓને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. access_time 1:01 am IST

  • કોંગ્રેસ હવે વચગાળાના પ્રમુખ માટે કસરત હાથ ધરશેઃ રાહુલ મકકમ છે : જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્‍યક્ષપદ છોડવા મકકમ રહેશે તો વચગાળાના નવા પ્રમુખ શોધી કાઢવા કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક તુરતમાં મળી રહયાના નિર્દેશો મળે છે access_time 11:34 am IST

  • ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામો માટે હાઇએલર્ટ જાહેર : વાયુ વાવાઝોડાની સંભવીત ખાનાખરાબી ટાળવા ગુજરાત સરકારે ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામડાઓ માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધેલ છે. સાવચેતી અને લોકોને ખસેડવા સુધીની તમામ તૈયારીઓ યુધ્ધના ધોરણે કરવામાં આવી છે. access_time 11:39 am IST