Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સાઇકલ પર વિશ્વભ્રમણ

તાઇવાનના જેકી ચેન નામના ૪૦ વર્ષના સાઇકિલસ્ટે ગઇ કાલે જેરૂસલેમના માઉન્ટ ઓફ ઓલિવ્સ પર જઇને પોતાની સાઇકલ સાથે તસવીરો પડાવી હતી. જેરુસલેમની મુલાકાત જેકી ચેનની વિશ્વયાત્રાનો જ એક ભાગ છે. ચાર વર્ષ પહેલાં ભાઇસાહેબ ઇલેકટ્રોનિકસ એન્જિનિયરિંગની જોબ છોડીને આખા વિશ્વમાં પોતાની સાઇકલ સાથે ફરવા નીકળી પડયો હતો. તે રસ્તામાં કયાંય પણ તંબુ તાણીને રાતવાસો કરી લે છે અને એક પછી એક દેશોની મુલાકાત લેતો જાય છે. અત્યાર સુધીમાં તે અમેરિકા, યુરોપ અને મિડલ-ઇસ્ટના કેટલાક ભાગોમાં ભ્રમણ કરી ચૂકયો છે.

(3:31 pm IST)