Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

દુબઈની મહિલાએ ઓનલાઇન ભીખ માંગી ૧૭ દિવસમાં કરી ૩૫ લાખની કમાણી

દુબઇ, તા.૧૧:  ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ ભીખ માંગવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. સઉદી અરબ અમીરાતના દુબઇમાં એક મહિલાએ ઓનલાઇન ભીખ માંગીને ૧૭ દિવસમાં ૩૫ લાખ રૂપિયા (૫૦ હજાર ડોલર) કમાઈ લીધા. લોકોને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે મહિલાએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ અને તસવીરો શેર કરી. મહિલાની કથિત દુઃખ ભરેલી કહાણીથી લોકોનું હૃદય પીગળી ગયું. ૧૭ દિવસમાં તેણે ૩૫ લાખ રૂપિયા એકત્ર કર્યા, પરંતુ તેના પૂર્વ પતિએ પોલ ખોલી દીધી. હવે મહિલા જેલના સળિયા પાછળ છે.

યૂએઈના અખબાર ખલીલી ટાઇમ્સના રિપોર્ટ મુજબ, દુબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના ડાયરેકટર બ્રિગેડિયર જમાલ અલ સલેમ અલ જલ્લાફે કહ્યું કે મહિલાએ ઓનલાઇન એકાઉન્ટ ખોલાવ્યું અને પોતાના બાળકોની તસવીર શેર કરી. પોતાને દ્યરેલુ હિંસાની શિકાર ગણાવી અને બાળકોના ભરણ-પોષણ માટે આર્થિક મદદ માંગી.

બ્રિગેડિયર અલ જલ્લાફે કહ્યું કે, તે લોકોને સોશિયલ મીડિયા પર જણાવી રહી હતી કે તેના છૂટાછેડા થઈ ગયા છે અને પોતાના બાળકો માટે પૈસાની જરૂર છે. પરંતુ તેના પૂર્વ પતિએ પોલીસને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા માહિતગાર કરી. તેઓએ સાબિત કર્યું કે બાળકો તેની સાથે રહી રહ્યા હતા.

ભારતની લોકસભા ચૂંટણીમાં જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ કન્હૈયા કુમાર અને આપ નેતા આતિશી સહિત અનેક ઉમદવારોએ ઓનલાઇન પ્લેટફોર્મ પર દાનની અપીલ કરી હતી. તેમને દાન મળ્યું હતું. આજ રીતે, વિદેશોમાં પણ ઓનલાઇન દાનનું ચલણ વધ્યું છે. તેને ક્રાઉન્ડ ફન્ડિંગ કહેવામાં આવે છે. આજ પદ્ઘતિ અપનાવીને મહિલાએ ઓનલાઇન ભીખની અપીલ કરી.

જોકે, મહિલાના પતિએ આ ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં તેની વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.

(3:29 pm IST)