Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પ૦ વર્ષ બાદ ભૂખ્યા પેટે કસરત ન કરો

તમે એવા લોકોમાં આવો છો જે સવારે નાસ્તો કરતા પહેલા દોડવા જાય છે? અથવા તમે સાંજે ડીનર લેતા પહેલા જીમમાં વર્ક આઉટ માટે જાવ છો? ખાલી પેટ કસરતથી તમને કંઇ નુકશાન નથી થતું ઘણી વાર તે તમારા લક્ષ્યમાં મદદરૂપ પણ બને છે.

પણ આપણે પહેલા ખાલી પેટે કસરત કરવાની બીજી બાજુ જોઇ લઇએ. ટેક્ષાસ યુનિવર્સિટીના એજીંથ એન્ડ હેલ્થના પ્રોેફેસર અને મસલ ફીઝીયોલોજીના રીસર્ચ ડ્રગ્લાસ પેડન જોન્સ કહે છે કે રમતગમતના ક્ષેત્રમાં રહેલા લોકો માટે તેમાં જોખમ ઉભુ થાય છે કે કેમ કે ભૂખ્યા પેટે કસરત કરતી વખતે બ્લડ સુગર નીચું હોવાથી કસરતમાં મંદતા આવવી અથવા માથું ભારે થવું વગેરે જોખમો રહેલા હોવાથી રમત ગમત સાઇડમાં રહી જવાનું જોખમ રહે છે. એટલે થોડા પ્રમાણમાં લીધેલો ખોરાક પણ કસરતમાં ઘણો આરામદાયક બની શકે છે.

કનેકટીકટ યુનિવર્સિટીના ન્યુટ્રીશન સાયન્સના પ્રોફેસર નેન્સી રોડ્રીગ્ઝ કહે છે કે પપ વર્ષથી વધુ વય ધરાવતા લોકોએ તો ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સવારમાં ઉઠીને પહેલું કામ કસરત કરવાનું ન કરવું જોઇએ. તેણે કહે છે કે રાત્રી દરમ્યાન આપણા શરીરનું બ્લડ સુગર જાળવી રાખવા માટે આપણું શરીર ઘણા શારિરિક એડજસ્ટમેન્ટ કરતુ હોય છે જેમાં તે ઘણી વા બ્રેક ડાઉન સ્ટેજે પહોંચવા આવે છે. હવે આ સ્થિતિમાં જો ભુખ્યા પેટે કસરત કરવામાં આવે તો સ્નાયુને નુકશાન થવાનું ઉભુ થઇ શકે છે. અને ઘણા સીનીયર સીટીજનોને આ તકલીફ થાય જ છે.

પણ જો તમારૃં મૂળ લક્ષ્ય વજન ગુમાવવા માટે કસરત કરવાનું હોય તો ભૂખ્યા પેટે કસરત કરવાથી તમને વધારે લાભ મળી શકે છે જોકે તેના માટે હજી વધારે રીસર્ચની જરૂર છે.

પેડન જોન્સ કહે છે કે ભરેલા પેટે કસરત કરવા કરતા ખાલી પેટે કરેલી કસરતથી વધારે ચરબી ઓગળે છે એવું કેટલાક અભ્યાસમાં કહેવાયું છે. ૨૦૧૩માં ૬૪ લોકો પર કરાયેલ અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે એકાંતરા ખાલી પેટે અને અંકાંતરા નાસ્તો કરીને કસરત કરનાર લોકોની ચરબી ૨૫ ટકા વધારે ઓગળી હતી.

પણ આ અભ્યાસોના પરિણામાં મિશ્ર છે. અમુક અભ્યાસો ખાલી પેટે કરેલ કસરતથી વધુ વજન ઘટે છે તેવું સાબિત કરવામાં નિષ્ફળ ગયાં હતા જયારે અમુક અભ્યાસમાં એવું કહેવાયું હતું કે ભૂખ્યા પેટે કસરત કરવી આરોગ્ય માટે યોગ્ય નથી.

હાર્વર્ડ યુનિવર્સીટીની એજીંગ ઇન્સ્ટીટયુટના ન્યુટ્રીશના પ્રોગ્રામ ડાયરેકટર શિવાની સાહનીનું કહેવું છે. કે ૫૦થી વધુ વય ધરાવતા લોકોએ ભૂખ્યા પેટે કસરત કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. તેમણે ઉમેરતા એમ કહ્યું કે આ બાબતે કંઇ સ્પષ્ટ પણે કહેતા પહેલા આમાં ઘણા બધા સંશોધનો કરવાની જરૂર છે.

(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(11:45 am IST)