Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પેટ ખુશ તો તમે પણ ખુશ, મેળવો ગેસની સમસ્યાથી રાહત

ગેસ એ સામાન્ય સમસ્યા છે જે  કોઈને પણ થાય શકે છે. આ કોઈ મેજર બીમારી નથી પણ જ્યાં સુધી આપણે આનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. મોટાભાગે વધારે મસાલાયુકત ભોજન કરવાને કારણે આ સમસ્યા થાય છે.

 ભોજન ખુબ ચાવી-ચાવીને આરામથી ખાવું જોઈએ. નાના બાળકોની જેમ ખાતા-ખાતા વચ્ચે પાણી પીવાની હેબીટ દુર કરવી. ભોજન કર્યાના એકથી કે કલાક બાદ  એકાદ કે ગ્લાસ જેટલું પાણી પીવું.

 ભોજન બનાવતા સમયે થોડું લસણ અને હિંગ નાખી ખાવાથી ગેસની સમસ્યા નથી રહેતી.

 છાશ પણ ગેસની સમસ્યાને મટાડી શકે છે. કારણકે આમાં લેકિટક એસીડ હોય છે. દૂધ કરતા છાશમાં ભોજન પચાવવાની શકિત વધારે રહેલ છે.

 આખા જીરાના વાટી તેમાં કાળું મીઠું નાખીને ખાવાથી પણ જલ્દી આરામ મળશે.

 આ સમસ્યાનો એક વધુ ઘરેલું ઉપાય છે કે બટાટાનો રસ પીવો. ભોજન કરવાના એક કલાક પહેલા અડધો કપ બટાટાનો રસ પી લેવો. દિવસમાં આને ત્રણ વાર પીવો.

 રોજ નારિયેળના પાણીનું સેવન કરવાથી પણ ગેસ મટી જાય છે.

 તુલસીના પાનને પણ ચાવવા.

 આ સમસ્યા માટે રાહત મેળવવા અજમા અને કાળા મીઠાને બરાબ પીસીને પાણીમાં નાખી પી જવું.

 ફ્રેશ આદુંની સ્લાઈસ કરવસ અને તેને લીંબુના રસમાં બોળીને ચુસવી. આ પણ સારો ઉપાય છે.

(11:45 am IST)