Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જાપાન નજીક અમેરિકી લડાકુ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું

નવી દિલ્હી: જાપાનના દક્ષિણી તટ નજીક અમેરિકાનું એક એફ-15 લડાકુ વિમાન આજે દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ પાયલોટ વિમાનમાંથી નીકળવામાં સફળ થઇ ગયો અને જાપાની બળ સેનાએ તેને બચાવી લીધો હતો રક્ષા મંત્રાલય દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનના દુર્ઘટનનાગ્રસ્ત હોવાની પુષ્ટિ નથી કરવામાં આવી.

(6:58 pm IST)
  • ગઠબંધન માટે કોંગ્રેસ ક્યારેય રાજ્યોના નેતાઓની ઉપેક્ષા નહિ કરે : સમિતિ રાજ્યના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણ્ય કરશે : કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે કહ્યું કે, પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળા દળોની સાથે કામ કરે પરંતુ પાર્ટી પોતાનાં રાજ્ય નેતાઓનાં હિતોની ઉપેક્ષા ન કરી શકે. access_time 11:12 pm IST

  • કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળ્યા: બ્લેક મની કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. access_time 8:30 pm IST

  • આખરે કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખરજીને આમંત્રિત કરાયા : અગાઉ કોંગ્રેસે સંઘના મુખ્યાલયમાં જનાર પ્રણવદા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ઈફ્તાર પાર્ટીમાં નહિ બોલાવવા નિર્ણય કર્યો હતો : કોંગ્રેસનું પ્રોટોકોલનું બહાનું પ્રણવ મુખરજીના કાર્યાલયે ફગાવ્યું, કહ્યું કે પ્રણવ મુખરજીના કદને હળવાશથી લેવા નિર્ણય કરાયો હતો. access_time 1:38 am IST