Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વેકિસન લગાવ્યા પછી વૃદ્ધો પાર્ટનરની શોધ કરી રહ્યા છે

કોરોનાએ સમજાવી જીવનની કિંમત :અમેરિકામાં એકલા રહેતા વૃદ્ધો કોરોના વેકિસનના બંને ડોઝ લઇ લીધા પછી હવે પ્રેમની શોધમાં લાગી ગયા છે

વૉશિંગ્ટન,તા.૧૧: એક તરફ દુનિયાભરમાં કોરોનાના મહામારીને કારણે લોકોમાં ડર અને દહેશતનો માહોલ છે. ત્યાં બીજી તરફ મોટી ઉંમરના લોકોને આ વાયરસ ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ સ્થિતિમાં વડીલોને પહેલાં વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે વેક્સિન લગાવ્યાં પછી એકલાં રહેતાં વૃદ્ધો હવે પ્રેમની શોધમાં ફરતા હોવાનું સામે આવ્યું. ઘણાં લોકો લાઈફની નવી ઈનિંગ નવા પાર્ટનર સાથે શરૂ કરવાનો વિચાર કરતા હોવાનું જોવા મળ્યું. દુનિયાભરના લોકોને કોરોનાએ જીવનની કદર સમજાવી દીધી છે. સાથે જ જે લોકો કોઈ દિવસ એક સાથે એક ઘરમાં નહોંતા રહેતા તેમને લોકડાઉનની સ્થિતિમાં લાંબા સમય સુધી ઘરમાં એક સાથે પુરાઈ રહેવાનું પણ કોરોનાએ શિખવ્યું. તો કોઈના સ્વજનો સાથ છોડી ગયા ત્યારે નવા સાથી સાથે નવી ઈનિંગ શરૂ કરીને જીવન છે ત્યાં સુધી જીવી લેવાનું પણ હવે કોરોના જ શિખવી રહ્યો છે. એકલા રહેતાં વડીલોને એકલાં સતાવે છે અને તેમને પણ કોઈનો પ્રેમ અને હૂૂંફ જોઈએ છે તેથી તેઓ પણ પ્રેમની શોધમાં નવા સાથીની શોધમાં લાગી ગયા છે. ઘણાં લોકો લાઈફની નવી ઈનિંગ નવા પાર્ટનર સાથે શરૂ કરવાનો વિચાર કરતા હોવાનું જોવા મળ્યું. એક રિસર્ચ મુજબ મહામારીના દોરમાં વૃદ્ધોએ જ સૌથી વધુ તણાવ અને એકલતા સહન કરી છે, પરંતુ વેક્સિન લાગી ગયા પછી તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે તેમને એકલાં નથી રહેવું તેથી કરી રહ્યાં છે પાર્ટનરની શોધ. જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ અમેરિકાની. અમેરિકામાં એકલા રહેતા વૃદ્ધો કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા પછી હવે પ્રેમની શોધમાં લાગી ગયા છે. હવે તેઓ પોતાને સંપૂર્ણ સુરક્ષિત માની રહ્યા છે. હકીકતમાં મહામારીના કારણે ગયા વર્ષે અનેક વૃદ્ધો ઘરમાં એકલા રહેવા મજબૂર હતા. આ ગાળામાં તેમણે અનુભવ્યું કે, જીવનમાં એક પાર્ટનરની પણ કેટલી જરૂર હોય છે! દક્ષિણ અમેરિકામાં રહેતા ૬૦ વર્ષીય સ્ટીફન પાસ્કી ૪૨૭૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને કેલિફોર્નિયામાં રહેતી ૫૭ વર્ષીય મિસ લેંજ સાથે લગ્ન કરવા આવ્યા. અમેરિકામાં ૬૫ વર્ષના ૮૦% વૃદ્ધોને કોરોના વેક્સિન અપાઈ ચૂકી છે. હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, ત્યારે એકલા રહેલા વૃદ્ધો પોતાનો તણાવ ઘટાડવા માટે જેમ બને તેમ ઝડપથી લાઈફ પાર્ટનર શોધી લેવા ઈચ્છે છે. અમેરિકામાં આજકાલ ડેટિંગ સાઈટો પર પણ વૃદ્ધોની સંખ્યા ૧૫% વધી ગઈ છે. ૬૪ વર્ષીય શિક્ષિકા કેથરિન પામર ૮ એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ લઈ ચૂક્યા છે. તેઓ દર શનિવારે માસ્ક પહેરીને ડેટિંગ પર જાય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખે છે. તેમનું કહેવું છે કે, આ મહામારીએ પ્રેમ મેળવવાની ફરી એક તક આપી છે. એટલે આપણે સમય બગાડવો ના જોઈએ. જીવનમાં પતિ ના હોય તો લાગે છે કે, જીવન કેટલું નાનું થઈ ગયું છે. હું ફરી તણાવયુક્ત સમય સહન કરવા તૈયાર નથી.

(3:13 pm IST)
  • સર્વાનુમતે અતુલભાઈ કમાણી રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસો.ના પ્રમુખ બન્યા : અતુલભાઈ કમાણીની રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસો.ના પ્રમુખપદે અને ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ દોન્ગા સહિતના હોદ્દેદારોનીની વરણી સર્વસંમતિથી જાહેર થઈ. access_time 4:57 pm IST

  • આસામ : મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા હિમાંતા બિસ્વા શર્મા મંદિરે પહોંચ્યા : કામાખ્યા મંદિરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા : આજરોજ આસામના 15 માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : અન્ય 13 મંત્રીઓની પણ શપથવિધિ કરાશે access_time 12:11 pm IST

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST