Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

હવે ફલાઇટમાં યાત્રા માટે રાખવું પડી શકે આ મહત્વપૂર્ણ સર્ટિફિકેટ ! તેના વિના NO ENTRY

લોકડાઉન બાદ પોતાની જીંદગીમાં ઘણા ફેરફાર આવવાના છે. તમારી મુસાફરી કરવાની રીત પહેલાં જેવી રહેશે નહી. કોરોના વાયરસ કાળમાં હવે તમારે ઘણા એવા કામ કરવા પડશે જે પહેલાં બિન-જરૂરી હતા. હવે તમારે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન આ ફેરફારો સાથે જીવતા શીખવું પડશે. સાથે મેડિકલ સર્ટિફિકેટ રાખવું અને અનિવાર્ય કોરોના વાયરસ સંક્રમણના ખતરાને જોતાં તમામ પ્રમુખ એરપોર્ટ્સ અને વિમાન કંપનીઓના સ્ટાફ ગભરાયેલા છે. આ ઉપરાંત તમે અને તમારા સાથે મુસાફરી કરનારને પણ સંક્રમણને લઇને એટલી જ ગભરાહટમાં રહેશે. એવામાં દિલ્હી એરપોર્ટ લિમિટેડ (DIAL) એ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીને ભલામણ કરી છે કે તમામ મુસાફરો માટે કોરોના વાયરસ મુકત થવાનું મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય કરવામાં આવશે. જેથી એરપોર્ટ અને ફ્લાઇટની અંદર કોરોના વાયરસના ખતરાને ઓછો કરી શકાય.  એક અન્ય જાણકારે જણાવ્યું હતું કે લોકડાઉનની બાદ એરપોર્ટ અને ફ્લાઇટની અંદર માસ્ક લગાવવું ફરિયાત કરવા પર અનિવાર્ય કરવામાં આવશે. માસ્કવાળા મુસાફરોને પ્રવેશ કરવાની પરવાનગી આપવાની પણ વાતચીત ચાલુ છે. જોકે સિવિલ એવિએશન મંત્રાલયે કહ્યું કે હવાઇ યાત્રા ખુલવાના દસ દિવસ પહેલાં તમામ એરલાઇન્સ અને એરપોર્ટ્સને નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે. જેથી તૈયારીઓ માટે સમય મળી શકે.

 

(12:48 pm IST)