Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દુનિયાના સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિની ઉંમર છે ૧૧૬ વર્ષ

નવી દિલ્‍હી, તા.૧૧: ૮ મેના રોજ દુનિયાના સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિએ તેમનો ૧૧૬મો જન્‍મદિવસ ઉજવ્‍યો, સાઉથ આફ્રિકાના રહેવાસી ફ્રેડી બ્‍લોમ જિંદગીના આટલા વર્ષો નિરોગી રહીને જીવ્‍યા છે. હાલની પરિસ્‍થિતિ વિશે તેમણે કહ્યું કે, મેં અત્‍યાર સુધી ઘણી મહામારી જોઈ છે અને આ મહામારીની જંગ મેં પણ જીતી છે. કોરોના વાઇરસને લીધે મને એક જ તકલીફ થઇ રહી છે, લોકડાઉનને લીધે મને સિગારેટ મળતી નથી.

ફ્રેડી ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ ધરાવતા ઇંગ્‍લેન્‍ડના ૧૧૨ વર્ષીય રહેવાસી બ્રિટ બોબ વેઈટન કરતાં પણ મોટા છે, તેમણે કહ્યું કે, ભગવાનના આશીર્વાદને લીધે હું આટલું લાંબુ જીવ્‍યો છું. ફ્રેડીનો જન્‍મ વર્ષ ૧૯૦૪માં થયો હતો અને ૮૬ વર્ષની ઉંમરે તેમની પત્‍નીનું મૃત્‍યુ થઇ ગયું હતું. ૫૦ વર્ષના લગ્નજીવનમાં તેમણે એક દીકરીને દત્તક લીધી હતી, હાલ તેઓ પોતાના પૌત્રો અને પાડોશીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. બે વર્ષથી તેમણે કોઈ હોસ્‍પિટલના પગથિયાં પણ ચડ્‍યા નથી. ફ્રેડી આજની તારીખે પણ એકદમ સ્‍વસ્‍થ છે.

 

 

(10:17 am IST)