Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અફઘાનિસ્તાન: તાલિબાને બે ચોકીઓ પર હુમલો કરતા 15 અધિકારીના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાનના પશ્ચિમી બદગીસ પ્રાંતમાં બે સુરક્ષા બળના કેન્દ્રો પર તાલિબાનીઓએ હુમલો કરતા તેમાં 15 સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલો શુક્રવારના રોજ થયો હતો જેમાં 11 અન્ય સૈનિકોને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે. તાલિબાનને બાલા મૂર્ધાબ જિલ્લમાં બે સુરક્ષા સ્થાન પર હુમલો કર્યો હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(6:04 pm IST)