Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

એક વધારાનો કલાસ ચલાવવા ૧૫ ઘેટાને ફ્રાન્સની પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવ્યું

આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આંકડા અને નંબર્સને વધુ પડતું મહત્વ આપવામાં આવે છે. આ જ કારણસર ફ્રાન્સની એક સ્કૂલે સિસ્ટમનો વિરોધ કરવા માટે સ્કૂલમાં ૧૫ ઘેટાંને દાખલો અપાવ્યો હતો. વાત એમ છે કે ફ્રાન્સના પર્વતીય વિસ્તાર ક્રેત્સઓન બેલડોન ગામની આબાદી માત્ર ચાર હજાર લોકોની છે. ત્યાંની સ્કૂલમાં ગયા વર્ષ સુધી ૨૬૬ બાળકો ભણતાં હતા અને ૧૧ અલગ કલાસ હતા, પણ આ વર્ષે સંખ્યામાં ઘટાડો થઇને ૨૬૧ ની થઇ ગઇ. આ જ કારણસર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હોવાથી કલાસની સંખ્યા ઘટાડીને ૧૦ કરી નાખવામાં આવે. જો એમ થાય તો એક કલાસમાં ૨૬ બાળકોએ એકસાથે ભણવું પડે. પેરન્ટ્સને પણ એવું લાગતું હતું કે એક વર્ગમાં ઓછા બાળકો હોય તો શિક્ષક તેમના પર વ્યકિતગત ધ્યાન આપી શકે, પણ પ્રશાસન દ્વારા આવેલા પરમાનનું શું કરવું? આનો જબરો તોડ એક સ્થાનિક ભરવાડે કાઢ્યો. તેણે પોતાના ૧૫ ઘેટાંને સ્કૂલમાં એડમિશન અપાવી દીધું. હવે સ્કૂલમાં ભણનારાઓની સંખ્યા ૨૭૬ની થઇ ગઇ હોવાથી સ્કૂલને હવે ૧૧ કલાક રાખવાની છુટ મળી ગઇ છે.

ઘેટાંઓને કૂતરાંઓની નિગરાનીમાં સ્કૂલ સુધી લાવવામાં આવ્યા હતા. હવે સ્કૂલમાં દાખલો લેવા માટે ઘેટાંઓની જન્મતારીખનો દાખલો પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઘેટાઓ સ્કૂલમાં આવવાથી વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને પેરન્ટ્સ પણ.

(3:26 pm IST)