Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

આ ભાઇ પાસે છે દુનિયાનું સૌથી મોટું મોતી : વજન ૨૭.૬૫ કિલો અને કિંમત ૭ કરોડ રૂપિયા

ટોરેન્ટો તા. ૧૧ : કેનેડામાં રહેતા ૩૪ વર્ષના અબ્રાહમ રેયસ નામના ભાઈને વારસામાં તેમનાં કાકી પાસેથી એક જાયન્ટ સાઇઝનું મોતી મળ્યું હતું. આ મોતીનું વજન ૨૭.૬૫ કિલો જેટલું છે. આ મોતી હાલના સૌથી મોટા લાઓત્સે મોતી કરતાં ચારગણું વધારે છે. આ મોતીની સાઇઝ લિટરલી એક બાળક જેટલી મોટી છે.

વ્હાઇટ અને ક્રીમ કલરનું આ મોતી અંદાજે ૧૦૦૦ વર્ષ જૂનું હોવાની સંભાવના છે. ૧૯૫૯માં અબ્રાહમ રેયસના દાદાએ ફિલિપીન્સના એક માછીમાર પાસેથી ખરીદેલું અને અબ્રાહમની કાકીને ગિફટ કરી દીધું હતું. એ દેખાવમાં જરાય પર્લ જેવું લાગતું ન હોવાથી તેના પરિવારજનોને અંદાજ જ નહોતો કે તેમના ઘરમાં અતિકીમતી મોતી છે. જિયોલોજિકલ નિષ્ણાતોના મતે આ મોતી લગભગ ૭ કરોડ રૂપિયા કે એથી વધુની કિંમતનું છે.

જયારથી આ વાતની ખબર પડી છે એ પછી અબ્રાહમે આ મોતી ૨૨ કેરેટના પાનમાં જડીને સાચવ્યું છે. અબ્રાહમને આ મોતી વેચીને રોકડી કરી લેવાની કોઈ ઉતાવળ નથી. એને બદલે તે એને જુદા-જુદા મ્યુઝિયમમાં મૂકીને લોકોને આ મોતી બતાવવા માગે છે. તેનું કહેવું છે કે દુનિયાને પણ ખબર હોવી જોઈએ કે આવડું મોટું મોતી પણ અસ્તિત્વમાં છે.

(3:26 pm IST)
  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST