Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રોયલ બેબીના આગમનના માનમાં ૨૮ કિલો ચોકલેટનું ટેડી બેઅર બન્યું

લંડન તા. ૧૧ : ડ્યુક એન્ડ ડચેસ ઓફ સસેકસ હેરી અને મેગનના ઘેર પારણું બંધાયું એ બાબતે હજારો ચાહકો ઘેલા થયા છે. બુધવારે આ નવજાત પ્રિન્સના પહેલા દીદાર મેળવવા માટે લોકો કલાકો સુધી વિન્ડસર મહેલની બહાર ઊભા રહ્યા હતા. રોયલ બેબીના આગમનની આમજનતાએ તો ઉજવણી કરી, પણ કેટલીક બ્રેન્ડ કંપનીઓએ પણ આ અવસરે ગતકડાં કરીને ધ્યાન ખેંચવાની તક ઝડપી લીધી હતી. કવીને પણ નવા મહેમાનનું નામ પાડ્યું છે આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસર.

કેડબરી કંપનીએ પ્રિન્સ આર્ચીના માનમાં ચોકલેટનું ટેડી બેઅર બનાવ્યું હતું. ૧.૫ ફુટ ઊંચું ટેડી બેઅર હાથથી બનાવવામાં આવ્યું છે જેમાં ૬૨૨ ડેરી મિલ્ક ચોકલેટ્સ વપરાઈ છે. એનું વજન લગભગ ૨૮ કિલો છે. ટેડી બેઅર બનાવવા માટે પહેલાં ફુટબોલના મોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એના પર રુંવાટી જેવો લુક આપવા માટે પાઇપ્ડ ચોકલેટથી એની સજાવટ કરી હતી.

(3:25 pm IST)