Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ડાયાબીટીસના ૯૫ ટકા દર્દીઓને ટાઈપ ટુ ડાયાબીટીસ : મુખ્ય કારણ સ્થુળતા અને જીવનશૈલી

જેનેટીક કંપની '૨૩ એન્ડ મી'નો ટાઈપ ટુ ડાયાબીટીસ અંગે નવો રિપોર્ટ

વોશિંગ્ટનઃ કન્ઝયુમર જેનેટીકસ કંપની ૨૩ એન્ડ મી એ તેનો આરોગ્ય વિષયક નવો રીપોર્ટ બહાર પાડયો છે. જેમાં ટાઈપ-૨ ડાયાબીટીસ થવામાં જેનેટીક જોખમની વાત કહેવામાં આવી છે.

તાજેતરમાં આપવામાં આવેલ સરકારી આંકડાઓ અનુસાર ૩ કરોડથી પણ વધારે અમેરિકનોને ડાયાબીટીસ છે જેમાંથી ૯૫ ટકાને ટાઈપ-૨ ડાયાબીટીસ છે. એનો અર્થ એવો થાય કે તેમનુ શહેર ઈન્સ્યુલીનનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરતું. ટાઈપ-૧ અને ટાઈપ-૨ બન્ને પ્રકારના ડાયાબીટીસ કૌટુંબીક ઈતિહાસ અને જેનેટીકસ સાથે સંકળાયેલા છે પણ ટાઈપ ટુ ડાયાબીટીસ મોટાપા, જીવનશૈલી સાથે ખાસ સાંકળવામાં આવે છે.

૨૩ એન્ડ મી ના નવા રીપોર્ટમાં વારસાગત, ઉંમર વગેરે બાબતોને ધ્યાનમાં લઈને ટાઈપ-૨ ડાયાબીટીસ થવાની શકયતાનો અંદાજ આપે છે. આ રીપોર્ટ બહાર પાડવાનો કંપનીનો ઉદ્દેશ ટાઈપ ટુ ડાયાબીટીસ અંગેની લોકોની વારસાગત માન્યતાઓ બદલાવીને તેમને ટાઈપ ટુ ડાયાબીટીસ ન થાય અથવા મોડો થાય તે માટેની માહિતી આપવાનો છે.

૨૩ એન્ડ મી કંપનીએ આના માટે પોતાના ૨૫ લાખ ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ રીપોર્ટમાં આ રોગના જોખમમાં વજન, ઉંમર, જીવનશૈલી કેવી રીતે અસર કરે છે તેની માહિતી આપવામાં આવી છે અને તે કંપની દ્વારા ૧૯૯ ડોલરમાં કરવામાં આવતા હેલ્થ અને એન્સેસ્ટ્રી સ્પીટ ટેસ્ટ સાથે આપવામાં આવે છે.

અમેરીકન ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને ૨૦૧૯ની શરૂઆતમાં ૨૩ એન્ડ મીના કોલરેકટેલ કેન્સર અંગેના જોખમ અને ૨૦૧૮માં બ્રેસ્ટ કેન્સરના જોખમ એ બન્ને રીપોર્ટને મંજુર કર્યા હતા. આ પહેલા ૨૦૧૭માં આ કંપનીનો પાર્કિન્સન, અલઝાઈમર અને બીજા રોગોમાં વારસાગત માન્યતા અંગેનો રીપોર્ટ પણ બહાર પડયો હતો.

કંપનીનું કહેવુ છે કે અમે આ પ્રકારના રીપોર્ટ ગ્રાહકોની જાગૃતિ અને તેમના આરોગ્યના વધુને વધુ સુધારા માટે બહાર પાડીએ છીએ. જેમાં નિષ્ણાંતો દ્વારા અવારનવાર કહેવામાં આવે છે રોગ અંગે તમારી માન્યતાને નહીં પણ ડોકટરોની સલાહને અનુસરો. (ટાઈમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:24 pm IST)
  • છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ access_time 3:43 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST

  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST