Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ભર બજારે ૫ રૂપીયામાં વે'ચાતી ગંદકી..

દરેક જગ્યાએ ખુલ્લે આમ વહેંચાતો શેરડીનો રસ અને લારીમાં વહેંચાતા ખાદ્ય પદાર્થ તમને બિમાર બનાવી શકે છે. એવુ એટલા માટે કારણ કે, આ પીણા અને ખાદ્ય પદાર્થનું વેંચાણ કરનાર સફાઈ ઉપર પૂરતુ ધ્યાન આપતા નથી.

ગંદકી વચ્ચે એવા પદાર્થોના વેંચાણથી લોકો ચેપી રોગોના સંપર્કમાં આવી રહ્યા છે. ડૉકટરોનું માનવું છે કે ગંદા વિસ્તારમાં માખીઓના બણબણાટ વચ્ચે વહેંચાતો શેરડીનો રસ અને ખાદ્ય પદાર્થોથી લોકો પેટ સંબંધી બીમારીઓનો શિકાર બની હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

ગરમીથી રાહત મેળવવા માટે લોકો ખુલ્લામાં રાખેલ રસ પાંચ રૂપીયાથી લઈ વીસ રૂપીયામાં પી પોતાને બીમાર બનાવી રહ્યા છે.

(9:53 am IST)