Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

તરત જ ગાયબ થઈ જાશે મચ્છર કરડ્યાના નિશાન

ઉનાળામાં મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી જાય છે. સામાન્ય રીતે લોકો મચ્છરથી બચવા માટે મચ્છરદાનીથી લઈ મચ્છરની અગરબતી સુધીનો સહારો લે છે. છતા પણ તમને મચ્છર કરડી જ લે છે અને જ્યારે તમે ત્યાં ખંજવાળો છો તો ત્યાં નિશાન થઈ જાય છે.

મચ્છરોના નિશાન દૂર કરવામાં લીંબૂનો રસ ખૂબ જ અસરકારક છે. લીંબુનો રસ કાઢી તેને પ્રભાવિત જગ્યાએ લગાવો. તેનાથી ખંજવાળ નહીં આવે અને નિશાન પણ ગાયબ થઈ જશે.

આ ઉપરાંત તમે ઈચ્છો તો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને પાણીમાં નાખી મિશ્રણ બનાવો. હવે તે મિશ્રણને ત્યા લગાવો, જ્યાં મચ્છર કરડ્યુ છે. આ લગાવવાથી તરત જ નિશાન ગાયબ થઈ જશે.

બેકિંગ સોડાની જેમ જ એપ્પલ સાઈડર વિનેગર પણ ત્વચા પરથી મચ્છરના નિશાન દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે પ્રભાવિત જગ્યાએ એપ્પલ સાઈડર વિનેગર લગાવો. લગાવ્યા બાદ થોડીવારમાં જ આરામ મળી જશે અને તેની કોઈ આડ અસર પણ થતી નથી.

 

(9:52 am IST)