Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ન્યુઝીલેન્ડમાં નવા બંધુક કાનૂનને મળી અંતિમ મંજૂરી

નવી દિલ્હી:ન્યુઝીલેંડના ગવર્નર જનરલે ગુરુવારના રોજ સૈન્ય શૈલીના હથિયારો પર રોક લગાવવા માટે એક નવા કાનૂન પર ઔપચારિક રીતે મંજૂરી પ્રદાન કરી છે ગવર્નર જનરલ પાટસી રેડીએ વિધેયક પર  હસ્તાક્ષર કર્યા છે ક્રાઇસ્ટચર્ચમાં ગયા મહિને બે મસ્જિદો પર ગોળીબારી થઇ પછી આ નવો કાનૂન બનાવવામાં આવ્યો છે ગોળીબારીની ઘટનામાં 50 લોકોના જીવ ચાલ્યા ગયા છે. સંસદથી હથિયાર કાનૂનમાં બદલાવ પ્રસ્તાવ પાસ કરાવ્યા પછી ન્યૂઝીલેન્ડની સરકારે નિર્ણય લીધો છે કે તે લોકોના હથિયાર ખુદ ખરીદશે આનાથી લોકોની પાસે રહેલ હથિયારને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવશે ગયા મહિને ન્યુઝીલન્ડન ક્રાઇસ્ટચર્ચ શહેરની બે મસ્જિદમાં એક શખ્સે અંધાધુંધ ગોળીબાર કરીને 50 લોકોની હત્યા કરી હતી.

(6:40 pm IST)