Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

હવે વોટ્સએપ પર ૩૦ ઓડિયો ફાઈલ મોકલી શકશે

અનેક નવા ફીચરનું થઇ રહ્યું છે પરીક્ષણ : અત્યાર સુધી એક જ ઓડિયો ફાઈલ મોકલી શકતી હતી

સેન ફ્રાન્સિસ્કો તા. ૧૧ : ઙ્ગફેસબુકના નેતૃત્વવાળી વોટ્સએપે 'ઓડિયો પિકર' ફિચરની ઘોષણા કરી છે. જો નવા યુઝર ઇન્ટરફેસની સાથે આવે છે. આ નવા અપડેટ હેઠળ યુઝર એક વારમાં ૩૦ ઓડિયો ફાઈલ મોકલી શકશે. આ પહેલા એક વારમાં ફકત એક જ ઓડિયો મોકલી શકાશે. આ નવું ફીચર ૨.૧૯.૮૯ બીટા અપડેટનો ભાગ છે.

ઙ્ગહાલમાં જ વોટ્સએપે ફેક ન્યુઝ અને ખોટી જાણકારીને ફેલાવાથી રોકવા માટે નવા ફીચરનું પરીક્ષણ કર્યું છે અને કેટલાક ફીચર પણ જાહેર કર્યા છે. અને કેટલાક ફીચર પણ બહાર પાડ્યા છે. છેલ્લા થોડાક સમયથી વોટ્સએપ ફેક ન્યુઝ અને ખોટી જાણકારીને રોકવા માટે એક અભિયાન ચાલી રહ્યું છે. ઇંસ્ટેંટ મેસેંજિંગ એપ વોટ્સએપ બહુ પ્રતિક્ષિત આઇપેડ સપોર્ટ પર કામ કરી રહ્યા છે, જ એટેચ આઈડીની સાથે મળીને કામ કરશે.ઙ્ગ

ઙ્ગ તે સ્પ્લિટ સ્ક્રીન અને લેન્ડસ્કેપ મોડ બન્નેમાં કરી શકશે. જેના માટે પરીક્ષણ ચાલુ છે. તેના અતિરિકત ફેક ન્યુઝને ઓછી કરવા માટે વોટ્સએપ ફોરવર્ડ ઇનફો અને ફ્રિકવેન્ટલી ફોરવડેડ મેસેજ ફીચર પર પરીક્ષણ કરી રહ્યું છે.

(11:32 am IST)