Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

માએ વીસ વર્ષ સુધી ૪ મૃત બાળકોને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને કબાટમાં સાચવી રાખ્યાં હતાં

લંડન, તા. ૧૧ : બાળક મૃત જન્મે એનો આઘાત માને સૌથી વધુ હોય છે, પરંતુ ઇંગ્લેન્ડના સેન્ટ હેલન્સ શહેરમાં રહેતી બર્નાડેટ કિવર્ક નામની મહિલાએ પોતાના મૃત બાળકોને પોતાનાથી અળગાં ન કરવા પડે એ માટે ઘરમાં જ એ મૃતદેહોને સાચવી રાખ્યા હતા. આ વાતનો પર્દાફાશ તેની જ દીકરી જોનાએ કર્યો હતો. જોના છેક ૩૮ વર્ષની થઇ ત્યારે તેને ખબર પડેલી કે પોતાની માએ ઘરમાં ાવા મૃત નવજાત બાળકો સાચવી રાખ્યાં છે. બર્નાડેટ વારેઘડીે ઘર બદલતી રહેતી હતી ને તેના રૂમમાં રોજનું ેક ેરફ્રેશનરનું કેન ખાલી કરી દેતી હતી. ે પરથી તેની દીકરી જોનાને શંકા ગઇ હતી. ર૦૧૦ની સાલમાં જોનો માની ગેરહાજરીમાં તેનું કબાટ ખોલીને તપાસ્યું ત્યારે ખબર પડી કે ત્રણ નવજાત મૃત બાળકો પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકેલા છે ને ચોથા બાળકનું શબ કેન્વસમાં લપેટીને પાથરીની નીચેના ભાગમાં સાચવેલું હતું. જોનો તરત જ પોલીસને બોલાવીને ા વાતની જાણ કરી. જોકે પોલીસ તો તેની મા સાથે જોના ને તેના ભાઇને પણ પકડી ગઇ. ત્રણેય પર કેસ ચાલ્યો. કોર્ટમાં બર્નાડેટે સ્વીકારી લીધું કે 'તે દારૂના નશામાં નેક પુરૂષો સાથે બેફામ સંબંધો બાંધવા લાગેલી ત્યારે ભૂલથી ા બાળકો પેદા થયેલા. તેણે ઘરે જ ે બાળકોને જન્મ ાપ્યો હતો ને ચારેય બાળકો મૃત જન્મ્યાં હોવાથી તેણે તેમને ડબ્બામાં ભરી લીધેલા.'

ચારેય મૃત બાળકોનું પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે ચારેય બચ્ચાં મૃત જ જન્મ્યા હતાં. જયારે ેક ટવિન્સ હતાં. જોનો કોર્ટમાં સાબિત કર્યું હતું કે તેની મા માનસિક રીતે અસ્વસ્થ છે. બે મહિના પહેલા બર્નાડેટનું મોત થયું હતું ને ે પછી કોર્ટે તાજેતરમાં ભાઇબહેનને ા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતાં

(10:16 am IST)