Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જાપાનમાં ભૂસ્ખલનથી એકનું મોત: પાંચ મહિલા સહિત છની શોધખોળ

નવી દિલ્હી: દક્ષિણી જાપાનમાં આવેલા ભૂસ્ખલનમાં ઘણા ઘરો દબાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં એકનું મોત તથા અનેક લોકો ગુમ હોવાની પણ માહિતી મળી રહી છે. નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે ભૂસ્ખલન સ્થળ પરથી એક વ્યક્તિનો મૃત્યદેહ બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી વ્યક્તિની ઓળખાણ થઇ નથી ભસ્ખલનમાં ત્રણ ઘરો ઝપેટમાં આવી ગયા છે. ઘટનામાં ગુમ પાંચ મહિલા સહિત 6 લોકોની શોધખોળ બચાવ કર્મી દ્વારા કરવામાં આવી રહી છે,સ્થાનિક સમાચાર ચેનલો ફૂટેજ બતાવી રહી છે.

(7:56 pm IST)