Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રેડ, બ્લુ અને પર્પલ બેરીઝ ખાઓ, કેન્સરની સારવારમાં મદદરૂપ થશે

ફીનેલ્ડ, તા.૧૧ : બેરીઝને રંગબેરંગી બનાવવા માટે એમાં ખાસ પ્રકારનાં રંજકદ્રવ્યો હોય છે. આ રંજકદ્રવ્યો કેન્સરના કોષોને કન્ટેલ કરવા માટે જ રૂરી એન્ઝાઇમ પેદા કરવામાં મદદરૂપ થઇ શકે છે.

ખાસ પ્રકારનાં સિર્ટુઇન નામનાં એન્ઝાઇમ્સ કોષોના જનીનગત બંધારણને રેગ્યુલેટ કરે છે જેને કારણે કોષોના વિભાજનની પ્રક્રિયા મોનિટર થાય છે. વૃદ્ધ થવાની સાથે આ હોર્મોન્સની કાર્યક્ષમતામાં બદલાવ આવે છે. એમાં આવેલા બદલાવને કારણે કેન્સર તેમજ અન્ય ડીજનરેટિવ રોગો થવાની સંભાવના વધે છે. આ એન્ઝાઇમ બહુ ઓછું જાણીતું છે, પરંતુ ગ્લુકોઝના ચયાપચય સાથે પણ સંકળાયેલું છે. યુનિવર્સિટી ઓફ ઇસ્ટર્ન ફિનલેન્ડના નિષ્ણાતોનું કહેવું છે કે લાલ,બ્લુ અને પર્પલ રંગની બેરીઝમાં કુદરતી રીતે જ એન્થોસાયાનિન પ્રકારનાં રંજકદ્રવ્યો હોય છે. આ દ્રવ્યો સિર્ટુઇન એન્ઝાઇમનું પ્રમાણ વધારે છે. ઉંમર વધવાને કારણે આ એન્ઝાઇમમાં થયેલા ઘટાડા અને બદલાયેલી કાર્યપ્રણાલીમાં એનાથી ફાયદો થાય છે. એનાથી વજન ઘટવામાં મદદ થાય છે, કુદરતી રીતે જ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવામાં મદદ થાય છે એટલું જ નહીં, કોષોના વિભાજનની પ્રક્રિયાને રેગ્યુલેટ કરીને અનિયંત્રિતપણે વધતા કેન્સરના કોષોને અટકાવવામાં પણ ફાયદો થાય છે. આ રંજકદ્રવ્યોમાંથી દવા બનાવવા કરતાં એને કુદરતી ફોર્મમાં જ લેવામાં આવે તો એની અસરકારકતા વધુ હોય છે. એટલે જ કોઇ પણ પ્રકાના કેન્સરનું રિસ્ક ઘટાડવું હોય કે કેન્સરની સારવારને અસરકારક બનાવવી હોય તો રંગબેરંગી બેરીઝનું સેવન અવશ્ય કરવું.

(4:36 pm IST)