Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રસ્તામાં અચાનક આવી ગયુ નાનુ બાળક

વિયેટનામ તા.૧૧: વિયેટનામમાં ૧૩ માર્ચે કવાંગ નામના એક ટાઉનમાંથી પસાર થતા હાઇવે પર એક એવી ઘટના બની જેણે લોકોને  વિચાર કરતા કરી મુકયા હતા. નેશનલ હાઇવે પર એક કાર સ્પીડમાં આવી રહી હતી ત્યારે તે વખતે રસ્તાની વચોવચ એક નાની બેબી ભાંખોડીયા ભરતી રોડ ક્રોસ કરી રહી હતી. આ જોઇને કારના ડ્રાઇવરે કાર થોભાવી હતી. એ પછી તે બહાર નીકળ્યો હતો અને ત્યારે પોલીસ પણ ત્યાં પહોચી હતી. અને બેબીને રસ્તા પરથી ઉચકીને દુર કરી હતી. આ બેબી તેની મમ્મીને સોંપવામાં આવી હતી.

(3:44 pm IST)