Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

આ બાળકીના માથામાં જન્મથી ખોપરી અને મગજનો થોડો ભાગ છે મિસિંગ

થોડા સમય પહેલા કમ્બોડીયામાં જન્મેલી એક  બાળકી અજીબો ગરીબ બીમારી ધરાવે છે. એન્શેફલી નામની જિનેટીક સમસ્યાને કારણે તેના મગજ અને ખોપરીનો થોડો ભાગ વિકસ્યો જ નથી.ખોપરીનું હાડકુ બન્યુ ન હોવાથી એ ભાગમાં લિટરલી ખોડ છે. અલબત પાતળી ચામડીનું આવરણ જ મગજ ફરતે હોવાથી મગજને કોઇ પણ પ્રકારના આઘાતથી બચાવવાનું બહુ કપરુ છે. ત્બોન્ગ ખુમુખ પ્રાંતના અત્યંત ગ્રામીણ વિસ્તારમાં જન્મેલી નીથ નામની આ છોકરી તો જ જીવી શકશે જો તેના માથામાં ખોપરીનું હાડકું સીર્જરી કરીને બેસાડવામાં આવે. આ પ્રકારની સમસ્યા ધરાવતાં  બાળકો જીવી શકે છે, પરંતુ જો યોગ્ય કાળજી  ન લેવામાં આવે તો તેમની લાઇફ ખુબ જ ડિપેન્ડન્ટ હોય છે. જેની ખોપરીજ ન બની હોય એવું બાળક ૨૦૧૪ માં અમેરિકાના નોર્થ કૅરોલિનામાં જન્મ્યું હતું તેના માથે સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યું હતું. જોકે નીથને બચાવવી હોય તો તેને શહેરની મોટી હોસ્પિટલમાં નિષ્ણાંતો પાસે સારવાર મળવી જરૂરી છે. એક મહિનાની  બાળકી બીજી બધી રીતે સ્વસ્થ છે. તેના હાથ-પગ અને શરીરના અન્ય આંતરિક અવયવો સ્જસ્થ છે. મગજને પ્રોટેકટ કરવા માટે ખોપરીનું હાડકું મિસિંગ છે જે તેને માટે પ્રાણઘાતક અને શારીરિક અક્ષમતાઓ પેદા કરવાનું જોખમ પેદા કરનારુ છે.

(3:43 pm IST)