Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મમ્મી વિનાની દીકરીને રોજ બે ચોટલા બાંધી આપતી સ્કૂલ-બસની આ ડ્રાઇવર ઈન્ટરનેટ પર હિટ

ન્યુયોર્ક તા.૧૧: અમેરિકાના યુટાહ રાજ્યમાં રહેતી ઈસાબેલ પિએરી નામની ૧૧ વર્ષની છોકરીને છેલ્લા બે વર્ષથી તેની સ્કૂલ-બસની ડ્રાઇવર ટ્રેસી ડીન જ માથુ ઓળી આપે છે. બે વર્ષ પહેલા ઈસાબેલની મમ્મી મગજની બિમારીને કારણે મૃત્યુ પામી  હતી. તેના પપ્પા નોકરી માટે સવારે વહેલા ઘરેથી નીકળી જતા હોવાથી ઈસાબેલે પોતાની મેળે જ તૈયાર થઇ ને સ્કુલ જવુ પડે છે. તેને માથું ઓળતાં ન આવડતુ હોવાથી મોટા ભાગે તે એક રબરબેન્ડ બાંધીને પોનીટેઇલ જ લેતી તેના વાળ બહુ જલદી વિખેરાઇ જતા. મમ્મી વિનાની દિકરીને માથુ ઓળતા  નથી આવડતુ એ જાણીને ટ્રેસીએ સામેથી તેને માથામાં ચોટલા વાળી આપવાની ઓફર કરી સ્કૂલ પહોચ્યાં પછી રોજ ગાર્ડનમાં ટ્રેસી બસ એક જગ્યાએ પાર્ક કરીને ઈસાબેલને બે ચોટલા વાળી આપવા લાગી. ડ્રાઇવરની આ દિલેરીને ઈન્ટરનેટ પર બધા બેમોઢે વખાણી રહ્યા છે.

(3:42 pm IST)