Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બોલો, લોટરી લાગે તો બ્રેન્ડ ન્યુ કાર મળશે પણ એ ૫૦ વર્ષ પછી જ વાપરી શકાશે

મેકિસકો.તા.૧૧ : મેકિસકોનું ઓજિનેગા ટાઉન આજકાલ વિચિત્ર લોટરી નીકળી છે જેના વિનરને એક બ્રેન્ડ ન્યુ કાર મળશે, અલબત્ત, જીતનાર વ્યકિત પોતે આ કાર વાપરી શકે એવા ચાન્સિસ બહુ ઓછા છે, કેમ કે આ કારને ટાઇમ કેપ્સ્યુલ તરીકે એક કોન્ક્ર્ીટના ખાડામાં ગોઠવી દેવામાં આવી છે. ૨૦૬૮માં આ ચેમ્બર ખોલવામાં આવશે અને વિનર અથવા તો વિનરના પરિવારજનોને  એ આપવામાં આવશે. આ કાર ૨૦૧૮માં અન્ડરગ્રાઉન્ડ દાટવામાં આવી હતી અને એના પુરાવારૂપે એની અંદર હાથેથી લખાયેલા પત્રો અને ૨૦૧૮ની યાદગીરી સમાન ચીજો પણ ભરવામાં આવી છે. ક્રેનથી નવીનક્કોર કારને અન્ડરગ્રાઉન્ડ સીલ કરી દેવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં લોકો ત્યા હાજર હતા. મોટાભાગના લોકોનું કહેવુ હતુ કે ૫૦ વર્ષ પછી દુનિયા કયાં હશે એ કહેવુ મુશ્કેલ છે. એ વખતે કાર વપરાતી હશે કે નહી એ પણ શંકા છે.­

(12:50 pm IST)