Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

૧૧ર વર્ષની ઉંમરે તેઓ દુનિયાના સૌથી વૃધ્ધ પુરૂષઃ આ રહયું તેમની લાંબી જીંદગીનું રહસ્ય

ટોકીયો, તા., ૧૧: નોનાકા  રપ જુલાઇ ૧૯૦પના  જન્મયા હતા. આલબર્ટ આઇનસ્ટાઇને  સ્પેશ્યલ રીલેટીવીટી થીયરી રજુ કરી તેના થોડા મહિના પહેલા. માસાજો નોનાકા મંગળવારે જાપાનમાં દુનિયાના સૌથી વધુ વૃધ્ધ પુરૂષ તરીકે ઓળખાયા છે. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. વ્હીલચેરનો ઉપયોગ કરે છે પરંતુ તેમની તંદુરસ્તી સારી રહે છે તેમ તેની પૌત્રી યુકો નોનાકાએ જણાવેલ. તેઓ કોઇ પણ પ્રકારની મીઠાઇ ખાવાનું પસંદ કરે છે. જાપાનની હોય કે પશ્ચિમની કોઇ પણ મિઠાઇ જાપટી જાય છે. તેઓ દરરોજ સમાચાર પત્રો વાંચે છે. તેમને ૭ ભાઇઓ અને એક બહેન છે. જેઓ નજીકના ટાઉનમાં રહે છે. ૧૯૩૧માં નોનાકાએ લગ્ન કર્યા હતા. દંપતીને પ બાળકો છે. તેઓ ગીનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે. ૧૧૩ વર્ષની ઉંમરે સ્પેનના નુનેઝ ઓલીવેરા  મૃત્યુ પામ્યા બાદ નોનાકાને ગીનેસ બુકે સૌથી વધુ ઉંમરના જીવીત પુરૂષ તરીકે જાહેર કર્યા છે. જાપાનમાં લોકો વધુ જીવે છે. ૬૮,૦૦૦ લોકો ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હૈયાત હોવાનું ગયા વર્ષે નોંધાયું હતું.

(12:49 pm IST)
  • કર્ણાટકમાં જેડીયુ એકલી લડશેઃ ભાજપને ફટકોઃ કર્ણાટકમાં ભાજપને ફટકોઃ જેડીયુ અલગથી ચુંટણી લડશેઃ નીતિશને યેદિયુરપ્પાનું નેતૃત્વ પસંદ નથીઃ નીતિશ ખુદ કર્ણાટકમાં સભા ગજાવશેઃ કમલ હસન - નીતિશ વચ્ચે પણ ઇલુ-ઇલુ access_time 11:33 am IST

  • ભારતીય મહિલા શૂટર શ્રેયસી સિંહે ડબલ ટ્રેપમાં ગોલ્ડ મેળવ્યો : ભારતના કુલ ૧૨ ગોલ્ડ access_time 12:44 pm IST

  • દુબઇની અદાલતે આર્થિક ગુનાઓના સંબંધમાં ગોવાના બે નાગરિકોને દોષી ઠેરવ્યા છે અને તેમને 500 વર્ષ સુધીની આકરી સજા ફટકારી છે. 37 વર્ષીય સિડની લિમોસને 200 મિલિયન ડોલર (આશરે રૂ. 1,320 કરોડ) ના કૌભાંડમાં હજારો રોકાણકારો સાથે છેતરપીંડી કરવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. આ મામલામાં તેના એકાઉન્ટ નિષ્ણાત રિયાન ડીસુઝાને પણ સમાન સજા ફટકારવામાં આવી છે. access_time 12:49 pm IST