Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જેલમાં જોબ માટે અપ્લાય કરેલી પણ જૂના ચોરીના કેસમાં જેલભેગા થવાનો વારો આવ્યો

લંડન, તા. ૧૧: ઇંગ્લેન્ડના મેન્ચેસ્ટરમાં રહેતી ક્રિસ્ટિના હોએફ નામની મહિલાએ હિલ્સબરો કાઉન્ટી ડિપાર્ટમેન્ટના પ્રિઝનમાં નોકરી મેળવવા માટે અપ્લાય કરી હતી. જોકે તેને ખબર નહોતી કે ભૂતકાળમાં તેના દ્વારા થયેલી એક ચોરી તેને અહીં પણ નડશે. જેલના અધિકારીઓએ આ મહિલાનો આખી હિસ્ટરી સ્કેન કરતા ખબર પડી હતી કે ક્રિસ્ટિના તો બીજા એક રાજયમાં નાનકડી ચોરીના કેસમાં વોન્ટેડની યાદીમાં સ્થાન ધરાવે છે. ઇન્ટરવ્યુ આપ્યા પછી નોકરી મળ્યાનો લેટર મળવાની આશા ધરાવતી ક્રિસ્ટિનાને ત્યારે આઘાત લાગ્યો જયારે પોલીસ તેને પકડવા આવી અને જે જેલમાં તે કામ કરવાની હતી ત્યાં જ તેને જેલમાં નાખી દીધી. (૮.પ)

(11:44 am IST)