Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

શું ફ્રુકટોઝ શરીર માટે હાનિકારક છે?

ખાંડની અવેજીમાં વપરાતા ફ્રુકરોઝ વિષેના આશ્ચર્યજનક તથ્યો જાણો

કોઇપણ એડેડ સુગરમાંથી ગ્લુકોઝ અને ફ્રુકરોઝ એમ બે પ્રકારની શર્કરા મળે છે. ગ્લુકોઝ આપણા શરીરની શકિત માટેનો મુખ્ય સ્ત્રોત છે. લીવર ફ્રુકરોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન કરે છે.

હાઇ ફ્રુકટોઝ કોર્ન સીરપ અને અમુક સીરપોમાં પણ તે જોવામાં આવે છે. કોઇ પ્રોડકટ જેના ઇનગ્રેડીયન્ટમાં એડેડ સુગર લખ્યું હોય તેમાં ચોક્કસ પણે વધુ માત્રામાં ફ્રુકટોઝ હોય જ છે.

રીફાઇન્ડ ખાંડનું ઉત્પાદન શરૂ થયું તે પહેલા માનવ જાતી ભાગ્યેજ વધુ પ્રમાણમાં ફ્રુકટોઝ વાપરતી હતી. કેટલાક મીઠા ફળો અને શાકભાજીમાંથી જ ફ્રુકરોઝ મળતું જે બહ ઓછી માત્રામાં રહેતું.

કેટલાક લોકો તેઓ જેટલું ફ્રુકરોઝ ખાય તે પુરેપુરૃં શોષાતું નથી. આ પરિસ્થિતિ ફ્રુકટોઝ માલ એબ્સોર્પશન તરીકે ઓળખાય છે જેના લીધે ગેસ અને પાચનની તકલીફો થાય છે. આ સ્થિતિમાં ફ્રુકટોઝ ફર્મેન્ટેબલ કાર્બોહાઇડ્રેટ તરીકે કામ કરે છે અને ફોડમેપ તરીકે ઓળખાય છે.

ગ્લુકોઝથી વિપરીત, ફ્રુકટોઝ બ્લડ સુગરમાં હળવો વધારો કરે છે તેના કારણે અમુક નિષ્ણાતો ટાઇપ-ર ડાયાબીટીસમાં ફ્રુકરોઝને સેફ સ્વીટનર ગણીને ભલામણ કરે છે. જયારે બીજા નિષ્ણાતો તેના કારણે ઉભી થતી બીજી શારિરીક તકલીફો અંગે ચિંતા વ્યકત કરે છે.

શરીરની પ્રક્રિયામાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ અલગ રીતે કામ કરે છે ગ્લુકોઝનો ઉપયોગ શરીરનો દરેક કોષ કરી શકે છે જયારે લીવર એ શરીરનું એક માત્ર અંગ છે જે ફ્રુકરોઝનો ઉપયોગ કરે છે.

જયારે લોકો હાઇકેલરી અને હાઇ ફ્રુકટોઝવાળો ખોરાક ખાય છે ત્યારે લીવર ઓવરલોડેડ થાય છે અને તે ફ્રુકટોઝને ચરબીમાં રૂપાંતર કરવાનું શરૂ કરે છે.

ઘણા વિજ્ઞાનીઓ માને છે વધારે પડતો ફ્રુકટોઝનો ઉપયોગ આજે થતા ઘણા પ્રકારના રોગો ઉત્પન્ન કરનાર મુખ્ય વસ્તુ છે. તેના લીધે સ્થૂળતા, ટાઇપ-ર ડાયાબીટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા રોગો થઇ શકે છે.

વધારે પડતો ફ્રુકટોઝ યુકત આહાર નિસંદેહ બિન આરોગ્યપ્રદ છે તેના કારણે વીએલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વે છે અને તેનાથી શરીરના અંગોની આજુબાજુ ચરબી જામે છે જે હૃદયરોગ તરફ દોરી જાય છે. તેના કારણે લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ વધે છે જેનાથી ગાઉટ અને હાઇબ્લડ પ્રેશર થાય છે.

વધુ ફ્રુકરોઝના કારણે લીવરમાં ચરબી જમા થાય છે તેના કારણે લીવરના રોગો થાય છે. ઉપરાંત ફ્રુકટોઝના કારણે સ્થુળતા અને ટાઇપ-ર ડાયાબીટીસનું જોખમ વધે છે. ફ્રુકટોઝ, ગ્લુકોઝની જેમ ભૂખ શમાવતું ન હોવાથી ઓવર ઇટીંગનો ભય રહે છે.

પણ એક વાત જાણવી જરૂરી છે કે આ બધું ફળોમાંથી મળતા ફ્રુકટોઝને લાગુ નથી પડતું. ફળોમાં તે બહુ ઓછા પ્રમાણમાં હોય છે અને તેથી તે નુકસાન કારક નથી. એડેડ સુગરમાં જ તે જોઇતી માત્રા કરતા વધારે હોય છે. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:31 pm IST)