Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

લોહીના એક ટીપા કે વાળ પરથી હાડપીંજરનો ચહેરો બનાવી ૪૦ ગુન્હાનો ભેદ ઉકેલાયોઃ ડીએનએ ફોનોટાઇપીંગ ટેકનીક અમેરીકી કંપનીએ વિકસાવી

વોશીંગ્ટન, તા., ૧૧: અમેરીકામાં એક એવી ટેકનીક શોધી કાઢવામાં આવી છે કે જેના ઉપયોગથી મૃતક વ્યકિતના હાડપીંજર પરથી મેળવાયેલા લોહીના એક ટીપા કે વાળ પરથી તેનો ચહેરો બનાવી શકાય છે. ડીએનએ 'ફોનોટાઇપીંગ' આધારીત આ ટેકનીકથી અત્યાર સુધીમાં દુનિયાભરના ૪૦ અણઉકેલ ગુન્હાઓ કે બનાવોનો ભેદ ઉકેલી શકાયો છે.

ર૦૧૭ના વર્ષમાં મેરીલેન્ડના બાલ્ટીમોર શહેરના હાઇવે પરથી લોકોને એક હાડપીંજર મળ્યું હતું. આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસ થતી રહી પરંતુ કોઇ કડી મળી નહી. પાછળથી ડીએનએ ફોનોટાઇપીંગનો ઉપયોગ કરવામાં આવ્યો.  છાનબીનમાં ટીમને હાડપીંજર ઉપરથી કેટલાક એવા અંશો મળ્યા જેની મદદથી એ હાડપીંજર મહિલાનું હોવાનું શોધી કાઢી તેને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પણ ઝડપી લેવાયો હતો.  કોર્ટે તેને ૩૦ વર્ષની સજા પણ સંભળાવી દીધી છે. આ ટેકનીકથી માત્ર અપરાધીને પકડવામાં સફળતા મળી એટલું જ નહી હત્યારાઓની સંભવીત સમાનતાઓ જાણવામાં પણ મદદ મળી. ડીએનએ ફોનોટાઇપીંગથી મરનારના શરીરના સુક્ષ્મ અંશની મદદથી તેના ચહેરાની તસ્વીર બનાવવામાં આવે છે. આ ટેકનીક શોધી કાઢનાર નિર્માતા કંપનીઓમાંથી એક પરાબાન નાનો લેબ્સ ૪ વર્ષથી ઉંડી ઉતરી રહી છે. એક ચહેરો બનાવવાનો ખર્ચ ર.૯ લાખ રૂપીયા થાય છે. ટેકનીકલથી જોડાયેલા ડો. એલન ગ્રીટેકના મત મુજબ ઘણા મામલાઓમાં જાણકારી હોવા છતાં કેસ પુરો કરવા માટે તે પર્યાપ્ત હોતી નથી. આ ટેકનીકની મદદથી મૃતકની અન્ય જાણકારી પણ મળી શકે છે.

ટેકનીકના દુરપયોગની આશંકા દર્શાવાઇ

આ ટેકનીક પહેલાથી ડેટા બેઇઝમાં સામેલ લોકોની ઓળખના આધાર પર જાણકારી ઉપલબ્ધ કરાતી હતી. કેટલાક તજજ્ઞોએ આના પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, ડીએનએની મદદથી આનુવાંશિક જાણકારી મેળવવી ભવિષ્ય માટે સારૂ નહિ રહે. આનાથી કોઇ પણ જાણકારી મેળવી શકશે જેનો ખોટો ઉપયોગ થવાની શકયતા છે. પાણી પીતી વખતે કોઇ પણ વ્યકિતનો ગ્લાસ ઉપર ડીએનએ રહી જાય છે તેના મારફત વ્યકિતની જાણકારી હાંસલ થઇ શકે છે

(3:31 pm IST)