Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

હેડ ઓફીસથી કાર પાર્કિગ સુધી બનાવશે સુરંગ સુરક્ષાની જવાબદારી અમેરીકન સિક્રેટ સર્વિસને

જકરબર્ગની સુરક્ષા માટે ફેસબુક કરે છે વાર્ષિક ૭૦ કરોડનો ખર્ચ

વોશીંગ્ટનઃ સોશ્યલ મીડીયા પર ગોપનીયતાનો ખતરો હોય કે ડેટા ચોરીનો વિવાદ, ફેક ન્યુઝ હોય કે પછી યુઝર્સના અંગત ડેટા ખાનગી કંપનીઓને વેચવાનો આરોપ, આ બધાના કેન્દ્રમાં કયાંકને કયાંક ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ રહે જ છે. બધા લોકો આના માટે સીધા તેમને જ જવાબદાર માને છે.

આના કારણે ફેસબુક પોતાના સીઈઓની સુરક્ષા માટે ચિંતિત છે સમાચાર છે કે કંપની કોઇ આપાતકાલિન સ્થિતિમાં પોતાના સીઇઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સુરંગ બનાવી રહી છે. જકરબર્ગને અનહોની થી બચાવવા માટે કંપનીએ તેમની સુરક્ષાને પોતાની પ્રાથમિકતાઓમાં શામેલ કરી છે. ફેસબુક જકર બર્ગની સુરક્ષા માટે વર્ષે લગભગ ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.

રિપોર્ટ અનુસાર, જકરબર્ગને મળતી ધમકીઓ ફેસબુક માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે અને તેના જ કારણે, કંપની પોતાના સીઇઓની સુરક્ષા કરતી કંપની એકઝીકયુટીવ પ્રોટેકશનને વાર્ષિક ૭૦ કરોડ રૂપિયાથી વધારે ચુકવે છે.

ફેસબુકના ઘણા કર્મચારીઓનું કહેવું છે કે માર્ક જકરબર્ગને તેમની ઓફિસથી જ પેનિક ટનલ અને બુલેટપ્રુફ કોન્ફરન્સ રૂપ મળેલ છે આવ્યો હતો. એવું કહેવાય છે કે આ ટનલ જકરબર્ગને તેમની ફેસબુકની ઓફીસથી પાર્કિગ સુધી લઇ જઇ શકે છે.

(3:23 pm IST)