Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ન્યૂઝીલેન્ડના ઉત્તર વિસ્તારમાં દરિયાના પેટાળમાં 7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: એક જ દિવસમાં બે દેશમાં દરિયાના પેટાળમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાતા ચિતાનું મોજું ફરી વળ્યું હતુ. ન્યૂઝિલેન્ડના ઉત્તર વિસ્તારમાં દરિયાના પેટાળમાં 7.7ની ભયાનક તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. જ્યારે પશ્ચિમી ઈન્ડોનેશિયામાં પણ દરિયાના પેટાળમાં 6.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

        જોકે બંને ભૂકંપથી જાન-માલના નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અમેરિકાની જિઓલોજીકલ એજન્સીએ જણાવ્યું હતુ કે, ન્યૂઝઇલેન્ડના લોયલ્ટી ટાપુના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવેલા દરિયાના પેટાળમાં 7.7 મેગ્નીટયૂટની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્ર દરિયાના પેટાળમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે આ ભૂંકપની કોઈ અસર જોવા મળી નહતી. અમેરિકાના સુનામી વોર્નિંગ સેન્ટરે વાનુઆતુ અને ફિજીમાં 0.3 થી 1 મીટરની ઊંચાઈના મોજા ધરાવતી સુનામીની ચેતવણી જારી કરી હતી. જોકે અમેરિકન સામોઆ માટે સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવાઈ હતી. જે પછી હજુ સુધી કોઈ મોટો પ્રભાવ જોવા મળ્યો નહતો.

(5:44 pm IST)