Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઓક્સફર્ડ યુનિ.અને એસ્ટ્રાજેનેકા કંપનીની કોવીડ વેકસિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરીમળવાની શક્યતા

નવી દિલ્હી: ઓકસફોર્ડ યુનિ. અને એસ્ટ્રાજેનેકા કંપનીની કોવિડ વેકસીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી જલ્દી મંજૂરી મળે તેવી શકયતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એકસપર્ટ પેનલ સ્ટ્રેટેજીક એડવાઇઝરી ગ્રુપ ઓફ એકસપર્ટ દ્વારા આ વેકસીનના ઉપયોગ માટે ભલામણ કરી બધી જ ઉમરના વ્યકિતઓ માટે આ રસી અસરકારક હોવાની ભલામણ કરવામાં આવી છે.એસ્ટ્રાજેનેકા વેકસીનને ડબલ્યુએચઓની મંજૂરી મળતા યુએન કોવેસ સ્કીમમાં તેજી આવશે. આ રસી 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર થઇ શકે છે. હાલ આ સાઉથ આફ્રિકાએ આ વેકસીન પર રોક લગાવી છે. ઓકસફોર્ડ યુનિ. અને બ્રિટીશ-સ્વીડીશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની વેકસીન ભારતની પૂર્ણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાને મેન્યુફેકચર થઇ રહ્યું છે. આ વેકસીનને ભારતમાં ઇમરજન્સી સમયે વાપરવાની મંજૂરી મળી ચુકી છે.

(5:43 pm IST)